School Bus નો રંગ પીળો જ કેમ હોય છે? બીજો કેમ નહીં? વિગતવાર જાણો તેનું કારણ
લાલ રંગ સૌથી વધારે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. જેના કારણે તેને ખતરાના નિશાન તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના પછી જો કોઈ રંગ સૌથી વધારે આકર્ષિત કરે છે તો તે પીળો રંગ છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્કૂલ બસનો રંગ પીળો હોય છે. આ આશ્વર્ય પમાડનારી વાત હોઈ શકે છે. પરંતુ તેના માટે અનેક કારણો છે. તમને આ વાતની જાણકારી હશે કે આપણી રોજિંદી જિંદગીમાં રંગ મોટો રોલ ભજવે છે. અલગ-અલગ રંગ ન હોય તો જિંદગી કદાચ બેરંગ બની જાય. કંઈક આવી જ વાત બસને લઈને પણ છે. ત્યારે દુનિયાના કોઈપણ ખૂણામાં ચાલ્યા જાઓ, ત્યાં સ્કૂલ બસને પીળો જ રંગ પેઈન્ટ કરવામાં આવે છે.
રંગનું હોય છે પોતાનું મહત્વ:
દરેક રંગની પોતાની ખાસ મહત્તા અને ફ્રીકવન્સી હોય છે. તેના આધારે જ રંગોને જોવામાં આવે છે. દરેક રંગ તેની વિશેષતાના કારણે એકબીજાથી અલગ પડે છે. ઉદાહરણ તરીકે લાલ રંગને ખતરાના રૂપમાં કે ટ્રાફિક લાઈટ પર સિગ્નલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તો તેનું ખાસ કારણ છે. તે આધારે એ પણ જાણી લો કે આકાશનો રંગ વાદળી કેમ હોય છે. અને સ્કૂલ બસ હંમેશા પીળા રંગની જ કેમ હોય છે.
રંગોનું સમીકરણ:
રંગોનું સમીકરણ સમજવા માટે આપણે VIGBYOR એટલે વિગબ્યોરનું સમીકરણ સમજવું પડશે. વિગબ્યોર અલગ-અલગ સાત રંગના ગઠબંધનને દર્શાવે છે. તેને વાયોલેટ કે રીંગણી, ઈન્ડિગો એટલે આસમાની, બ્લુ કે નીલો, ગ્રીન કે લીલો, યલો કે પીળો, ઓરેન્જ કે નારંગી અને રેડ કે લાલ રંગથી સમજી શકાય છે. લાલ રંગનું મહત્વ સૌથી વધારે હોય છે. જેના કારણે તેને સૌથી વધારે દૂરથી પણ જોઈ શકાય છે. આ હિસાબથી તેનો ઉપયોગ ખતરાના સંકેત કે ટ્રાફિક લાઈટના રૂપમાં થાય છે. સાત રંગોની શ્રેણીમાં પીળો રંગ લાલ રંગની નીચે હોય છે. જેનું મહત્વ લાલથી ઓછું હોય છે અને બ્લુ કલરથી વધારે.
ખતરાનું નિશાન લાલ રંગ:
લાલ રંગ સૌથી વધારે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આથી ખતરાના નિશાન તરીકે તેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તેના પછી જો કોઈ રંગ સૌથી વધારે આકર્ષિત કરતું હોય તો તે પીળો છે. પીળા રંગને પણ દૂરથી જોઈ-ઓળખી શકાય છે. આ જ કારણે પીળા રંગને સ્કૂલ બસ પર પેઈન્ટ કરવામાં આવે છે. જેથી લોકોનું તેની તરફ ધ્યાન રહે. પીળા રંગને વરસાદ, ધુમ્મસ કે ધુમાડામાં પણ ઓળખી શકાય છે. પીળા રંગનું લેટરલ પેરીફેરલ વિઝન પીળા રંગની સરખામણીમાં લગભગ સવા ગણો વધારે હોય છે. આથી લાલ રંગથી પણ વધારે પીળા રંગને જોઈ શકાય છે.
શું છે લેટરલ પેરીફેરલ વિઝન:
અહીંયા લેટરલ પેરીફેરલ વિઝનનો અર્થ છે જેને કિનારે કે આજુબાજુથી પણ સરળતાથી જોઈ શકાય. કોઈ વ્યક્તિ સામે જોઈ રહ્યું છે અને બાજુમાંથી કોઈ પીળા રંગની બસ પસાર થઈ રહી છે. તો સરળતાથી આ રંગનો આભાસ થઈ જાય છે. સ્કૂલ બસને પીળા રંગથી રંગવાનું કારણ એ છે કે સામે જોતાં જ બાજુમાંથી આભાસ થઈ શકે અને કોઈ દુર્ઘટનાથી બચી શકાય.
ભારતમાં સ્કૂલ બસનો રંગ કેમ પીળો છે:
ભારતમાં સ્કૂલ બસને પીળો રંગ મળ્યો, તેની પાછળ સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો નિર્ણય છે. બસને પીળા રંગમાં રંગવા માટે સુપ્રીમ કોર્ટે અનેક આદેશ કર્યા હતા. આ આદેશ કયા હતા, આવો જાણીએ:
1. બસની આગળ-પાછળ સ્કૂલ બસ લખવું ફરજિયાત છે.
2. જો કોઈ બસને હાયર કરવામાં આવી રહી છે તો તેના પર ઓન સ્કૂલ ડ્યૂટી લખવું ફરજિયાત છે.
3. સ્કૂલ બસમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે.
4. સ્કૂલ બસની બારીઓ પર ગ્રીલ લગાડવી જરૂરી છે.
5. બસમાં અગ્નિશામક યંત્ર રાખવું પડશે.
6. બસ પર સ્કૂલનું નામ અને ટેલિફોન નંબર લખેલો હોવો જોઈએ.
7. બસના દરવાજામાં લોક લાગેલું હોવું જોઈએ.
8. સ્કૂલ બેગ બસમાં સુરક્ષિત રહે. તેના માટે સીટની નીચે જગ્યા હોવી જોઈએ.
9. સ્કૂલ બસમાં સ્કૂલનો એક અટેન્ડેન્ટ હોવો જોઈએ. બસમાં સ્પીડ ગવર્નર લાગેલું હોય અને વધારેમાં વધારે સ્પીડ 40 કિમી પ્રતિ કલાક હોવી જોઈએ.
10. જો સ્કૂલ કેબ હોય તો પીળા રંગની સાથે 100 MMની લીલી પટ્ટી રંગેલી હોવી જોઈએ. લીલી પટ્ટી કેબની ચારેબાજુ વચ્ચે રંગેલી હોવી જોઈએ. પટ્ટી પર સ્કૂલ કેબ લખેલું હોવું જરૂરી છે.
11. સ્કૂલ બાળકોની ઉંમર 12 વર્ષથી ઓછી છે તો સ્કૂલ બસની સીટિંગ કેપેસિટીથી દોઢ ગણા વધારે બાળકો બેસેલા ન હોવા જોઈએ. 12 વર્ષથી ઉપરના બાળકોને એક વ્યક્તિના રૂપમાં માનવામાં આવશે.
12. સ્કૂલ બસના ડ્રાઈવરની પાસે ઓછામાં ઓછું ચાર વર્ષ માટે LMV (લાઈટ મોટર વ્હીકલ) નું ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ. ડ્રાઈવરને હળવા લીલા રંગનું શર્ટ-પેન્ટ અને કાળા બૂટ પહેરવા પડશે. શર્ટ પર નામ અને આઈડી લખેલું હોવું જોઈએ.
13. સ્કૂલ બસમાં કેટલા બાળકો જઈ રહ્યા છે. તેમનો સંપૂર્ણ રિપોર્ટ ડ્રાઈવરની પાસે હોવું જોઈએ. બાળકોના નામ, ક્લાસ, ઘરનું સરનામું, બ્લડ ગ્રૂપ, ચઢવા-ઉતરવાનું સ્થાન, રૂટ પ્લાન વગેરે ડ્રાઈવરની પાસે હાજર હોય.
14. સ્કૂલ બસ સુધી બાળકોને લેવા કોઈ નહીં આવે તો તેણે સ્કૂલમાં લેવા જવું પડશે. અને તેના ઘરે માહિતી આપવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે