સુપ્રીમ કોર્ટ સર્વોપરિ છે અને હંમેશા સર્વોપરિ જ રહેશે : જસ્ટિસ દીપક મિશ્રા

દેશનાં હાલના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ પોતાનાં વિદાઇ સમારંભમાં કહ્યુ કે કોર્ટની સ્વતંત્રતા અક્ષુણ્ણ છે અને હંમેશા રહેશે

સુપ્રીમ કોર્ટ સર્વોપરિ છે અને હંમેશા સર્વોપરિ જ રહેશે : જસ્ટિસ દીપક મિશ્રા

નવી દિલ્હી : દેશનાં હાલનાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ પોતાનાં વિદાય સમારંભમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે અને હંમેશા સર્વોપરિ જ રહેશે. નવા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગોગોઇનાં હાથમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા અક્ષુણ્ણ રહેશે. ભારતની તમામ કોર્ટ તેનાં જજનાં કારણે સૌથી મજબત છે. કોર્ટની સ્વતંત્રતા અઘુણ્ણ છે અને હંમેશા જ રહેશે. જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, હું લોકોને તેમનાં ઇતિહાસનાં આધારે જજ નથી કરતો પરંતુ હું તેમની ગતિવિધિઓ અને પરિપ્રેક્ષ્યના આધારે જજ કરુ છું. 

બીજી તરફ ભાવી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ હાલના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાનાં નિર્ણયોનો હવાલો ટાંકતા કહ્યું કે, તેમનું નાગરિક સ્વતંત્રતામાં ઘણુ મોટુ યોગદાન છે. જસ્ટિસ ગોગોઇએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પાસે પ્રતિબદ્ધ ન્યાયાધીશ છે અને તેઓ પ્રતિબદ્ધ જ રહેશે. જસ્ટિસ દીપક મિશ્રા એક વિશિષ્ઠ ન્યાયાધીશ છે. 

જસ્ટિસ ગોગોઇએ કહ્યું કે, એક દેશ સ્વરૂપે આપણે સંપુર્ણ વહેંચાયેલા છીએ. જાતિના આધારે, ધર્મના આધારે, ખાવા-પીવાના આધારે, પહેરવેશના આધારે પણ. આપણે સંવિધાન જ એક સાથે જોડી રાખ્યા છે. દેશ હાલ જાતી અને ધર્મનાં નામે વહેંચાયેલો છે અને હારનારા લોકો ખોટા નિવેદનોની મદદ લઇ રહ્યા છે. 

અગાઉ જસ્ટિસ મિશ્રાએ સોમવારે અંતિમ વખત કોર્ટની કમાન સંભાળી. તેમની સાથે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પણ હતા. જ્યારે એક વકીલે ગીત દ્વારા તેમના લાંબા જાીવનની કામના કરી તો પ્રધાન ન્યાયાધીશે તેમને વચ્ચે અટકાવતા કહ્યું કે, હાલ તેઓ દિલથી બોલી રહ્યા છે જો કે સાંજના સમયે તેઓ દિમાગથી જવાબ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news