SC on Abortion case: આવી ગયો 'સુપ્રીમ' ચુકાદો, ગર્ભમાં ઉછરી રહેલા બાળકને મળી દુનિયામાં આવવાની મંજૂરી
Supreme Court Verdict સુપ્રીમ કોર્ટે સોમવારે બે બાળકોની માતા એક પરીણિત મહિલાને 26 સપ્તાહથી વધુના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો કારણ કે ભ્રૂણ સ્વસ્થ હતું અને એમ્સ મેડિકલ બોર્ડેને તેમાં કોઈ સમસ્યા લાગી નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહિલા તરફથી દાખલ 26 સપ્તાહનો ગર્ભપાત કરવાની મંજૂરીને લઈને દાખલ અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે 26 સપ્તાહની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની માંગ કરનારી એક મહિલાની અરજી નકારી દીધી છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે બે બાળકોની માતા એક પરીણિત મહિલાને 26 સપ્તાહથી વધુનો ગર્ભ સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો કારણ કે ભ્રૂણ સ્વસ્થ હતું અને એમ્સ મેડિકલ બોર્ડને તેમાં કોઈ સમસ્યા જોવા મળી નહીં.
આ પહેલા કોર્ટે એમ્સના રિપોર્ટ પર વિચાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે મહિલાનું સ્વાસ્થ્ય સામાન્ય છે. તે બાળકના જન્મ બાદ તેની દેખરેખ કરવાની સ્થિતિમાં છે. હોસ્પિટલે કહ્યું કે મહિલા અને તેના શરીરમાં ઉછરી રહેલા બાળકનું યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બંનેમાં કોઈ કમી નથી અને ભ્રૂણ યોગ્ય રીતે વિકસિત થઈ રહ્યું છે. એમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું- તે જાણવા મળ્યું કે મહિલા અને તેનું ભ્રૂણની સ્થિતિ બરાબર છે. તેને પ્રોપર મેડિકલ દેખરેખમાં રાખવામાં આવ્યું છે. બંનેની સ્થિતિ સારી છે અને બાળકના જન્મ બાદ કોઈ મુશ્કેલી થશે નહીં. જો કોઈ સમસ્યા આવે તો મહિલાને તત્કાલ હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે.
ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા તથા જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે એમ્સના રિપોર્ટ બાદ કહ્યું કે જો મહિલા બાળકને પોતાની પાસે રાખવા નથી ઈચ્છતી તો પછી જન્મ બાદ સરકારને સોંપી શકે છે. હકીકતમાં મહિલાનું કહેવું હતું કે તેની માનસિક સ્થિતિ ઠીક નથી અને ઘણી બીમારીનો સામનો કરી રહી છે. તેવામાં બાળકને જન્મ આપવાની સ્થિતિમાં નથી અને તેને 26 સપ્તાહના ભ્રૂણની ગર્ભપાત કરાવવાની મંજૂરી મળવી જોઈએ. હકીકતમાં ભારતના કાયદા પ્રમાણે 24 સપ્તાહથી વધુના ભ્રૂણનું ગર્ભપાત કરાવી શકાય નહીં. તે માટે કાયદાકીય મંજૂરી બાદ ડોક્ટર અને સંબંધિત લોકો નિર્ણય લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે