Amarnath Cloudburst: 'એક-એક માણસને બચાવ્યા...' ભાવુક મહિલાએ આર્મીને કર્યું સેલ્યુટ

Amarnath Cloudburst: જમ્મુ કાશ્મીરમાં શુક્રવાર સાંજે લગભગ સાડા પાંચ વાગે અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. જેમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગુમ પણ થયા છે. ભારતીય સેનાના નેતૃત્વમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આઇટીબીપીની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.

Amarnath Cloudburst: 'એક-એક માણસને બચાવ્યા...' ભાવુક મહિલાએ આર્મીને કર્યું સેલ્યુટ

Amarnath Cloudburst: જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે પૂરમાં ઘણા શ્રદ્ધાળુઓ તણાઈ ગયા છે. અત્યાર સુધી 16 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. 45 થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે 40 થી વધારે લોકો ગુમ થયા છે. તેમની શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થળ પર આઇબીટીપી અને એડીઆરએફની ટીમ કામે લાગી છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું. શનિવાર સવારથી ફરી એકવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સુરક્ષાદળનું બચાવ અભિયાન
આજ સવારે બીએસએફના વધારાના જવાન પવિત્ર ગુફા વિસ્તારમાં પહોંચ્યા અને બચાવ અભિયાન હાથ ધર્યું. અહીં સીઆરપીએફના જવાનો પણ અમરનાથ ગુફા સ્થળ પર બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.

— ANI (@ANI) July 9, 2022

અત્યાર સુધી 15 મૃતદેહ કાઢ્યા, 35 લોકો ઘાયલ: IGP
કાશ્મીરના આઇજીપી વિજય કુમારે જણાવ્યું કે, પોલીસે, એનડીઆરએફ, એસડીઆરએફ, સીએપીએફ અને સુરક્ષા દળ બચાવ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 15 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 35 લોકો ઘાયલ થયા છે જેમને હેલિકોપ્ટર સેવાથી બચાવી લેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં કાટમાળ હટાવીને મૃતદેહ મળી આવતા તેમને બહાર કાઢવામાં આવશે.

અમે અમારી સેનાને સલામ કરીએ છીએ...
શ્રદ્ધાળુઓને સેના સતત રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાપર મોકલી રહ્યા છે. એક મહિલા શ્રદ્ધાળુએ જમાવ્યું કે સેનાના જવાન એક-એક તીર્થ યાત્રીને બચાવ્યા છે. જે રીતે સેનાએ અમને બચાવ્યા છે. અમે અમારી સેનાને સલામ કરીએ છીએ. એક અન્ય શ્રદ્ધાળુએ જણાવ્યું કે કેવી રીતે સેનાએ તેને સુરક્ષિત બહાર કાઢ્યા. સેનાએ શ્રદ્ધાળુઓને કહ્યું હતું કે, પહેલા પહાડ તરફ વળગી રહો. જે બાદ તમામને બચાવી લેવાયા હતા.

ઘટનાનું દુ:ખ છે, સેના મદદમાં લાગી: રક્ષા મંત્રી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું અને કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળ નાગરિક એજન્સિઓ સાથે મળીને કામ કરી રહી છે અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોની મદદ માટે બચાવ અભિયાન ચલાવી રહી છે. અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે અમુલ્ય જીવનના નુકાસનથી ભારે દુ:ખ થયું. ઘાયલોને જલ્દી સાજા કરો.

— ANI (@ANI) July 9, 2022

21 લોકોને સુરક્ષિત બચાવાયા: વાયુ સેના
ભારતીય વાયુ સેનાએ અમરનાથમાં બચાવ અને રાહત કાર્ય માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે. Mi-17V5 હેલિકોપ્ટરે પંચતરનીમાં NDRF અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના કર્મચારીઓ સાથે મળીને 21 લોકોને બચાવ્યા છે. ભારતીય સેનાએ જણાવ્યું કે, હેલિકોપ્ટર છ મૃતદેહને પરત લઈને આવ્યા છે. IAF Mi-17V5 અને ચીતલ હેલિકોપ્ટરો આગળ બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોમાં તમામ પ્રમુખ હવાઈ અડ્ડાઓ પર વિમાન સ્ટેન્ડબાયમાં છે.

રામબન જિલ્લામાં હાઈ એલર્ટ
વાદળ ફાટવાની સંભવિત ઘટનાઓને જોતા રામબન જિલ્લાના તમામ એસડીએમ, તહસીલદારોને હાઈ એલર્ટ પર રહેવા માટે આદેશ આપ્યા છે.

સુરક્ષિત કાઢવામાં આવેલા લોકોએ સેનાને બિરદાવ્યા
બાલતાલના સંગમ બેઝના પંજતરની સ્થિત અમરનાથ ગુફામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા લોકોએ ભારતીય સેનાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ લોકોને સેના તરફથી સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.

— ANI (@ANI) July 9, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news