કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે સરદાર પટેલનું નામ લઈ કરી મોટી કમેન્ટ, ઉભો થયો વિવાદ

પોતાના પુસ્તકના લોન્ચિંગ વખતે સૈફુદ્દીને આ વાત કરી છે 

કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે સરદાર પટેલનું નામ લઈ કરી મોટી કમેન્ટ, ઉભો થયો વિવાદ

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝે જમ્મુ-કાશ્મીર મામલે ફરીથી વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરદાર પટેલ વ્યવહારિક હતા અને તેમણે લિયાકત અલી ખાન (તત્કાલીન પાકિસ્તાન વડાપ્રધાન) પાસે પાકિસ્તાનને કાશ્મીર આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરદાર પટેલ હંમેશા ઇચ્છતા હતા કે કાશ્મીરનો વિલય પાકિસ્તાનમાં થઈ જાય. જોકે, તત્કાલીન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નેહરુ આવું નહોતા ઇચ્છતા અને તેમના કારણે જ અત્યારે  જમ્મુ-કાશ્મીર ભારત પાસે છે. પોતાના પુસ્તકના લોન્ચિંગ વખતે સૈફુદ્દીન સોઝે કહ્યું કે સરદાર પટેલ કાશ્મીરને પાકિસ્તાનને આપી દેવા માગતા હતા. 

— ANI (@ANI) June 26, 2018

સૈફુદ્દીન સોઝે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સરદાર પટેલે તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાન પાસે કાશ્મીરને પાકિસ્તાનને આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે હૈદરાબાદ વિશે વાત નહીં કરો પણ જો ઇચ્છો તો કાશ્મીર લઈ લો. લિયાકત અલી ખાન યુદ્ધની તૈયારીમાં હતો પણ સરદાર પટેલ આવું નહોતા ઇચ્છતા. 

આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે પુસ્તક વેચવા માટેના સોઝના સસ્તા રસ્તાઓથી એ સત્ય નથી બદલાતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો છે. તેમણે વિશેષમાં કહ્યું હતું કે કોંગ્રેસનું જમ્મુ-કાશ્મીર એકમ સોઝ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. સોઝે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ મારૂ પુસ્તક છે અને એને કોંગ્રેસ સાથે કોઇ લેવા દેવા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news