રાહુલ ગાંધી પર કટાક્ષ, વિપક્ષ પર સાધ્યું નિશાન, જાણો પ્રધાનમંત્રી મોદીના સંબોધનની મોટી વાતો

PM Modi Parliament Speech: સંસદમાં મંગળવારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. અદાણી મુદ્દે રાહુલે સરકારને સવાલ પૂછ્યા હતા. ત્યારબાદ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચાનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ અનેક મુદ્દા પર વિપક્ષને નિશાને લીધો હતો.

રાહુલ ગાંધી પર કટાક્ષ, વિપક્ષ પર સાધ્યું નિશાન, જાણો પ્રધાનમંત્રી મોદીના સંબોધનની મોટી વાતો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી સહિત વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા. પ્રધાનમંત્રી મોદીએ દેશના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ લોકસભામાં આપેલા ભાષણ દરમિયાન પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિ, વિશ્વમાં યુદ્ધની સ્થિતિ, દેશની પ્રગતિ સહિત અનેક મુદ્દે જવાબ આપ્યો હતો. તમે પણ વાંચો પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો.... 

1. જય શ્રીરામના નારા સાથે શરૂ થયું પીએમનું સંબોધન
લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યાં છે. પીએમ મોદીનું સંબોધન જય શ્રીરામના નારા સાથે શરૂ થયું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા અને કહ્યું કે, અમે કરોડો દેશવાસીઓનું વિઝનરી ભાષણમાં માર્ગદર્શન કર્યું છે.

2. ભાષણથી ખ્યાલ આવ્યો કે કોનો શું ઈરાદો છે અને કેટલી સમજ છે
રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં સંકલ્પથી સિદ્ધિ સુધીનું માળખું દેશની સામે રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહમાં બધા લોકોએ પોતાની રૂચિ અને પ્રવૃતિ અનુસાર પોતાની વાત રાખી. આ વાતોને જ્યારે સાંભળીએ અને સમજવાનો પ્રયાસ કરીએ તો તે પણ ખબર પડે છે કે કોની કેટલી ક્ષમતા છે. કોની કેટલી યોગ્યતા અને સમજ છે. કોનો શું ઈરાદો છે. તે પણ ખબર પડે છે. દેશ તેનું મૂલ્યાંકન પણ કરે છે. હું ચર્ચામાં સામેલ દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરુ છું. 

3. પીએમ મોદી બોલ્યા- કાલે કેટલાક લોકો ઉછળી રહ્યાં હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે કાલે કેટલાક લોકો ઉછળી રહ્યાં હતા. તેમણે કહ્યું કે કાલે કેટલાક લોકો બોલી રહ્યાં હતા તો ઇકોસિસ્ટમ ઉછળી રહ્યું હતું. પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક લોકો કહી રહ્યાં હતા કે આ થઈને વાત. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન કેટલાક લોકો દૂર રહ્યાં. એક મોટા નેતા તો તેમનું અપમાન કરી ચુક્યા છે. 

4. કૌભાંડો અને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિના ભાષણમાં કહ્યું કે, મોટા-મોટા કૌભાંડો સરકારી યોજનામાં કૌભાંડો અને ભ્રષ્ટાચારથી દેશ મુક્તિ ઈચ્છતો હતો તે દેશને મળી રહી છે. પોલિસી પેરાલિસિસથી બહાર આવી આજે દેશ ઝડપી વિકાસ તરફ છે. મને આશા હતી કે આવી વાતોનો કેટલાક લોકો વિરોધ જરૂર કરશે... પરંતુ કોઈએ વિરોધ ન કર્યો. 

5. વૈશ્વિક અસ્થિરતાનો પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યુ કે ગૃહમાં હસી મજાક ટીકા ટિપ્પણી થતી રહે છે પરંતુ તે ન ભૂલવું જોઈએ કે આજે ગૌરવપૂર્ણ ક્ષણમાં આપણે જીવી રહ્યાં છીએ. મહામારી... યુદ્ધની સ્થિતિ... વિભાજીત વિશ્વ... આ સ્થિતિમાં દેશને જે રીતે સંભાળવામાં આવ્યો છે. તેનાથી દેશભરમાં આત્મવિશ્વાસ ભરાઈ રહ્યો છે. 

6. પાકિસ્તાન-શ્રીલંકા તરફ પીએમ મોદીનો ઇશારો
પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે પડકાર વગર જીવન હોતું નથી. ઘણા દેશોમાં ભીષણ મોંઘવારી છે. ખાવા-પીવાનું સંકટ છે. આપણા પાડોશમાં પણ આવી સ્થિતિ બનેલી છે. આવી સ્થિતિમાં કોણ હિન્દુસ્તાની પર ગર્વ નહીં કકે કે આવા સમયમાં પણ દેશ 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. આજે વિશ્વમાં ભારતને લઈને વિશ્વાસ છે. આજે ભારતને વિશ્વના સમૃદ્ધ દેશ જી20 સમૂહની અધ્યક્ષતાનો પણ અવસર મળ્યો છે. આ દેશ માટે ગર્વની વાત છે. પરંતુ મને લાગે છે કે તેનાથી કેટલાક લોકોને દુખ થઈ રહ્યું છે. 

7. આજે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારી સરકાર
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા બેથી ત્રણ દાયકા અસ્થિરતાના રહ્યાં છે. તેમણે કહ્યું કે આજે દેશમાં સ્થિર સરકાર છે, નિર્ણય લેનારી સરકાર છે. તેમણે કહ્યું કે આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. ડિજિટલ ઈન્ડિયાની ચારેતરફ વાહવાહી થઈ રહી છે. એક જમાનો હતો જ્યારે નાની ટેક્નોલોજી માટે પણ દેશ તરસતો હતો. તેમણે વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ઈચ્છાશક્તિથી અમે સુધાર કરી રહ્યાં છીએ. 

8. પૂર્ણ બહુમતની સરકાર છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ તે સરકાર છે, એક પૂર્ણ બહુમતથી ચૂંટાયેલી સરકાર છે. જે રાષ્ટ્ર માટે નિર્ણય લઈ શકે છે. રિફોર્મ આઉટ ઓફ કંવિક્શન થઈ રહ્યાં છે. અમે આ માર્ગથી હટવાના નથી. દેશને જે સમયે જે જોઈએ તે આપતા રહીશું. 

9. કોરોના રસીકરણ પર બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું- મહામારીના સમયમાં આપણે 150થી વધુ દેશોને સંકટના સમયે દવા અને વેક્સીન પહોંચાડી. આ કારણ છે કે આજે ઘણા દેશ વૈશ્વિક મંચો પર ખુલા મનથી, ભારતનો આભાર માને છે, ભારતના ગુણગાન કરે છે. 

10. 'UPA રાજમાં દેશ સુરક્ષિત નહોતો
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે રોજગાર માટે કંઈ કર્યું નથી. કેટલાક લોકો નિરાશામાં ડૂબેલા છે. 2004થી 1014 સુધી ભારતની અર્થવ્યવસ્થાનું ધોવાણ થયું. મોંઘવારી બે આંકડામાં રહી. તેથી કંઈક સારૂ થાય તો નિરાશા વધુ ઉપર આવે છે. જેણે બેરોજગારી દૂર કરવાના નામ પર કાયદો દેખાડ્યો. આ તેની રીત છે. 2004થી 2014 આઝાદીના ઈતિહાસમાં કૌભાંડનો દાયકો છે. યુપીએના આ 10 વર્ષમાં કાશ્મીરથી કન્યાકુમારી ભારતના દરેક ખુણામાં આતંકવાદી હુમલા થતાં રહ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news