શું હશે ખેડૂતોનું આગામી પગલું? આજે સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની મહત્વપૂર્ણ બેઠક
આજે (રવિવારે) દિલ્હીના સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચા (SKM) ની મહત્વપૂર્ણ બેઠક થશે. કિસાન નેતાઓએ કહ્યું કે તમામ વ્યાજબી માંગો પુરી થાય સુધી આંદોલન ચાલુ રહેશે. સંસદ સુધી ટ્રેક્ટર માર્ચના કાર્યક્રમમાં પણ કોઇપણ ફેરફાર નથી.
Trending Photos
નવી દિલ્હી; આજે (રવિવારે) દિલ્હીના સિંધુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચા (SKM) ની મહત્વપૂર્ણ બેઠક થશે. કિસાન નેતાઓએ કહ્યું કે તમામ વ્યાજબી માંગો પુરી થાય સુધી આંદોલન ચાલુ રહેશે. સંસદ સુધી ટ્રેક્ટર માર્ચના કાર્યક્રમમાં પણ કોઇપણ ફેરફાર નથી. 22 નવેમ્બરે થનાર લખનઉ કિસાન મહાપંચાયતને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી રહી છે.
સંસદ સુધી ખેડૂતો કરશે ટ્રેક્ટર માર્ચ
સંયુક્ત ખેડૂત મોરચાનું કહેવું છે કે તમામ માંગોને પુરી કરવા સુધી આંદોલન ચાલુ રહેશે. 22 નવેમ્બરના રોજ લખનઉ કિસાન મહાપંચાયત (Lucknow Kisan Mahapanchayat) ને સફળ બનાવે. 29 નવેમ્બરના રોજ શરૂ થનાર સંસદ સુધી ટ્રેક્ટર માર્ચના કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે. બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાની 3 વાગે સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદ થશે.
26 નવેમ્બરના રોજ કિસાન આંદોલનની પ્રથમ વર્ષગાંઠ
તમને જણાવી દઇએ કે 26 નવેમ્બરના રોજ આંદોલનને શરૂ થયે એક વર્ષ પુરૂ થઇ જશે. સંયુક્ત કિસાન મોરચાને અપીલ છે કે વધુમાં વધુ કિસાન આંદોલનમાં ભાગ લે અને કિસાન આંદોલનની પહેલી વર્ષગાંઠને સફળ બનાવે.
આંદોલનમાં 670 થી વધુ ખેડૂત થયા શહીદ- SKM
સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદી ત્રણ કાળા કાયદાને પરત લઇ લીધા છે પરંતુ ખેડૂતોના બાકી મુદ્દાઓ પર ચૂપ છે. આંદોલનમાં અત્યાર સુધી 670 થી વધુ ખેડૂત શહીદ થઇ ચૂક્યા છે અને ભારત સરકાર તેમના બલિદાનને સ્વિકાર કરી રહી નથી. હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ચંદીગઢ, મધ્ય પ્રદેશ અને અન્ય જગ્યાઓ પર ખેડૂતો વિરૂદ્ધ હજારો ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે જ્યાં સુધી માંગ પુરી થતી નથી કિસાન આંદોલન ચાલુ રહેશે. ત્રણેય કાયદા પરત લઇને સરકાર કિસાનની મોટી માંગો પરવાત કરવાથી બચાવવા માંગે છે પરંતુ કિસાન એવી રીતે માનવાના નથી. બાકી મુદ્દાઓ પર વાત કરવી પડશે. અમને એમએસપીની ગેરેન્ટ જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે