Kisan Andolan: પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો વિરોધ, 6 માર્ચે એક્સપ્રેસવે જામઃ કિસાન મોર્ચાએ કરી નવી જાહેરાત


સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે કહ્યુ કે, 10 ટ્રેડ સંગઠનોની સાથે અમારી બેઠક થઈ છે. સરકાર જાહેર ક્ષેત્રનું જે ખાનગીકરણ કરી રહી છે તેના વિરોધમાં 15 માર્ચે દેશભરમાં મજૂર અને કર્મચારી રસ્તા પર ઉતરશે અને રેલવે સ્ટેશનોની બહાર પ્રદર્શન કરશે.
 

 Kisan Andolan: પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો વિરોધ, 6 માર્ચે એક્સપ્રેસવે જામઃ કિસાન મોર્ચાએ કરી નવી જાહેરાત

નવી દિલ્હીઃ આવનારા મહિનાઓમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ભાજપ આ રાજ્યમાં મજબૂતી સાથે ચૂંટણી લડી રહ્યું છે. કેરલ અને પુડુચેરીમાં ભાજપ એન્ટ્રી કરવા ઈચ્છે છે અને બંગાળ અને અસમમાં પાર્ટી મજબૂત છે. આ વચ્ચે સંયુક્ત કિસાન મોર્ચાએ જાહેરાત કરી છે કે તે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત ન આપવાની અપીલ કરશે. 

સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે કહ્યુ કે, 10 ટ્રેડ સંગઠનોની સાથે અમારી બેઠક થઈ છે. સરકાર જાહેર ક્ષેત્રનું જે ખાનગીકરણ કરી રહી છે તેના વિરોધમાં 15 માર્ચે દેશભરમાં મજૂર અને કર્મચારી રસ્તા પર ઉતરશે અને રેલવે સ્ટેશનોની બહાર પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે, સરકાર તરફથી આંદોલનને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારમાં હરિયાણાના જે 3 કેન્દ્રીય મંત્રી છે, તે મંત્રીઓને તેના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

— ANI (@ANI) March 2, 2021

11 કલાકથી 4 કલાક સુધી એક્સપ્રેસ-વે રોકવામાં આવશે
યોગેન્દ્ર યાદવે કહ્યુ કે, સંયુક્ત કિસાન મોર્ચાની આજની બેઠકમાં અમે 15 માર્ચ સુધી કાર્યક્રમોને અંતિમ રૂપ આપી દીધુ છે. 6 માર્ચે જ્યારે વિરોધ પ્રદર્શનના 100 દિવસ પૂરા થશે તો કિસાન સવારે 11 કલાકથી સાંજે 4 કલાક વચ્ચે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેને અલગ-અલગ સ્થળો પર રોકશે. 

પાંચ રાજ્યોમાં થશે ભાજપનો વિરોધ
કિસાન મોર્ચાએ આગળ કહ્યુ કે, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર બધા પ્રદર્શન સ્થળો પર મહિલા પ્રદર્શનકારીઓને સામે લાવવામાં આવશે. 5 માર્ચથી કર્ણાટકમાં એમએસપી દિલાઓ આંદોલન શરૂ કરવામાં આવશે. ભારતીય કિસાન યુનિયનના બલબીર એસ રાજેવાલે આગળ કહ્યુ કે, અમે પશ્ચિમ બંગાળ અને કેરલમાં ચૂંટણી માટે અલગ-અલગ ટીમો મોકલીશું. અમે કોઈ પાર્ટીનું સમર્થન નહીં કરીએ પરંતુ લોકોને અપીલ કરીશું કે તે એવા ઉમેદવારોને મત આપે જે ભાજપને હરાવી શકે છે. અમે લોકોને કિસાનો પ્રત્યે મોદી સરકારના વલણ વિશે વાત કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news