કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, ચૂંટણીમાં મોદીના નામની સુનામી હતી, અમે બસ જીવતા બચી ગયા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે પોતાના નિવેદનથી પોતાની જ પાર્ટી માટે અજીબ સ્થિતિ પેદા  કરી છે. સલમાન ખુર્શીદ લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત અને તેમની પાર્ટીને મળેલી હાર પર બોલી રહ્યાં હતાં. સલમાન ખુર્શીદે પીએમ મોદીની લોકપ્રિયતાને સ્વીકારતા કહ્યું કે ચૂંટણીમાં પીએમ મોદીના નામની સુનામી આવી હતી, અમે બસ કોઈ રીતે જીવતા બચી ગયાં.
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, ચૂંટણીમાં મોદીના નામની સુનામી હતી, અમે બસ જીવતા બચી ગયા

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે પોતાના નિવેદનથી પોતાની જ પાર્ટી માટે અજીબ સ્થિતિ પેદા  કરી છે. સલમાન ખુર્શીદ લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત અને તેમની પાર્ટીને મળેલી હાર પર બોલી રહ્યાં હતાં. સલમાન ખુર્શીદે પીએમ મોદીની લોકપ્રિયતાને સ્વીકારતા કહ્યું કે ચૂંટણીમાં પીએમ મોદીના નામની સુનામી આવી હતી, અમે બસ કોઈ રીતે જીવતા બચી ગયાં.

સલમાન ખુર્શીદે કહ્યું કે આજે તો અમે બસ એ જાણીએ છીએ કે ચૂંટણી થઈ. લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની લોકપ્રિયતા એટલી હતી કે તેમની સામે કોઈ ઊભુ પણ રહી શક્યું નહીં. પરંતુ આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે ચૂંટણીમાં સુનામી આવી અને તે બધાને પોતાની સાથે લઈ ગઈ પરંતુ અમે બધા જીવતા રહ્યાં અને તમારી સાથે વાત કરી શકીએ છીએ. સલમાને આ અગાઉ પણ પોતાના નિવેદનોથી કોંગ્રેસને અજીબોગરીબ સ્થિતિમાં નાખેલી હતી. 

જુઓ LIVE TV

સબરીમાલા મંદિર મુદ્દે આલોચના
મોદી સરકાર પર પ્રહાર કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે કેન્દ્ર સરકાર સબરીમાલા મંદિરના નિર્ણયને પલટવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ રોકવો જોઈએ નહીં. મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ મળવો જોઈએ. મોદી સરકારે સુપ્રીમ કોર્ટની વાત માનવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની રજુઆત પર તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અમને બધાને છોડીને ન જાય, તેમણે અધ્યક્ષ પદે રહેવું જોઈએ. 

અત્રે જણાવવાનું કે પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે આ વખતની લોકસભા ચૂંટણીમાં યુપીની ફરુખાબાદ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી. આ વખતે પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો. ભાજપ ઉમેદવાર મુકેશ રાજપૂતે તેમને હરાવ્યાં હતાં. તેમણે તેમના નીકટના હરીફ ગઠબંધનના ઉમેદવાર બસપા ઉમેદવાર મનોજ અગ્રવાલને 2,21,702 મતથી હરાવ્યાં. સલમાન ખુર્શીદને માત્ર 55,258 મત જ મળ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news