મે કોઇ શહીદનું અપમાન નથી કર્યું, જે વિત્યું તે જણાવ્યું: સાધ્વીનો ECને જવાબ

ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપતા કહ્યું કે, તેમણે કોઇ પણ શહીદનું અપમાન નથી કર્યું. 

મે કોઇ શહીદનું અપમાન નથી કર્યું, જે વિત્યું તે જણાવ્યું: સાધ્વીનો ECને જવાબ

ભોપાલ : ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપતા કહ્યું કે, તેમણે કોઇ પણ શહીદનું અપમાન નથી કર્યું. માલેગાવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા દ્વારા મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે મુદ્દે આપેલા નિવેનની ખુબ જ ટીકા થઇ રહી છે. ચૂંટણી પંચે તેમનાં આ જ નિવેદન અંગે એક નોટિસ ઇશ્યું કરી 24 કલાકમાં જવાબ માંગ્યો હતો. 

— ANI (@ANI) April 21, 2019

સાધ્વી પ્રજ્ઞાનાં બચાવમાં શિવરાજ, કહ્યું કોંગ્રેસે એક સંન્યાસી પર કર્યો અત્યાચાર
પ્રજ્ઞાએ નોટિસનાં જવાબમાં કહ્યું કે, મે પોતાનાં નિવેદનમાં કોઇ પણ શહીદની શહાદત મુદ્દે કોઇ વિવાદાસ્પદ વાત નથી કહી. મારા નિવેદનની એક લાઇનને ન જોશો પરંતુ મારુ સંપુર્ણ નિવેદન વાંચો. મે તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા મને જે યાતનાઓ અપાઇ, તેનો ઉલ્લેખ કર્યો હતો. 

— ANI (@ANI) April 19, 2019

શ્રીલંકામા સીરિયલ બોમ્બ વિસ્ફોટમાં 3 ભારતીય સહિત, 35 નાગરિકનાં મોત
મારી સાથે જે થયું, તેને જણાવવું મારો અધિકાર
સાધ્વી પ્રજ્ઞાએ આગળ કહ્યું કે, મારી સાથે જે પણ બન્યું, તેને જનતાની સામે મુક્યા અને આ મારો અધિકાર છે. મારા નિવેદનને મીડિયાએ તોડી મરોડીને રજુ કરી. જો કે જનભાવનાનું સન્માન કરતા મે પોતાનું નિવેદન પરત ખેંચી લીધું છે. મે એવું કોઇ કૃત્ય નથી કર્યું અને ન તો ભાષણ આપ્યું, જેના કારણે આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય છે. 

સાધ્વીએ શું કહ્યું હતું
સાધ્વી પ્રજ્ઞાએ દિવંગત મુંબઇ એટીએસ ચીફનું નામ લેતા કહ્યું હતું, મે મુંબઇ જેલમાં પણ તે સમય. સુરક્ષા પંચના સભ્યોએ હેમંત કરકરેને બોલાવ્યા અને કહ્યું કે, જ્યારે પુરાવા નથી તમારી પાસે તો સાધ્વીજીને છોડી દો. તેમણે કરકરેને કહ્યું કે પુરાવા નથી તો તેમને રાખવા ખોટી વાત છે, ગેરકાયદેસર છે. એક વ્યક્તિ (કરકરે) કહે છે કે હું કંઇ પણ કરીશ. હું પુરાવાઓ લઇને આવીશ. કંઇ પણ કરીશ, બનાઉવીશ, બીજી તરફથી લાઉ, ત્યાંથી લાવીશ પરંતુ હું સાધ્વીને નહી છોડું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news