સબરીમાલા મંદિરમાં પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે હિંસક સંઘર્ષ

પ્રદર્શનકર્તાઓ દ્વારા પથ્થરમારો કરવાને કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે

સબરીમાલા મંદિરમાં પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે હિંસક સંઘર્ષ

તિરૂવનંતપુરમ/ નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ બુધવારે કેરળમાં માસિક પુજા માટે ભગવન અયપ્પાના મંદિર (સબરીમાલા)ના કપાટ બુધવારે સાંજે 5 કલાકે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન સબરીમાલા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર કહેવાતા નિલાક્કલ વિસ્તારમાં હજુ પણ સ્થિતી તંગ છે. સુપ્રીમનો આદેશ હોવા છતાં પણ એક પણ મહિલાને મંદિરમાં પ્રવેશ અપાયો નથી. મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવવા માટે પ્રદર્શનકારીઓ તેમને અંદર પ્રવેશવા દેતા નથી. 

સબરીમાલા મંદિરથી લગભઘ 20 કિલોમીટર દૂર બેઝ કેમ્પ નિલાક્કલમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક સંઘર્ષ ચાલુ થયો છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. હાલ પોલીસે સબરીમાલા મંદિરની આજુબાજુના વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દીધી છે. 

— ANI (@ANI) October 17, 2018

સમાચાર એજન્સી એનએનઆઈના વીડિયો મુજબ પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે પથ્થમારાને કારણે વાતાવરણ પગડી ગયું હતું. નિલાક્કલમાં પ્રદર્શનકર્તાઓએ પત્રકારો સાથે પણ મારામારી કરી છે અને કેટલીક મહિલા પત્રકારો સાથે પણ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. 

— ANI (@ANI) October 17, 2018

કેટલાક પત્રકારો પાસેથી તેમના મોબાઈલ અને કેમેરા ઝુંટવીને પ્રદર્શનકારીઓએ તોડી નાખ્યા છે. પ્રદર્શનકર્તાઓના ગુસ્સાનો ભોગ બનેલા પત્રકારોને પોલીસે તેમની વાનમાં સુરક્ષિત ખસેડ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષના વયજૂથની મહિલાઓના પ્રવેશ પર ધાર્મિક માન્યતાને કારણે પ્રતિબંધ હતો, પરંતુ સુપ્રીમે તાજેતરના એક ચૂકાદામાં આ પ્રતિબંધ રદ્દ કરીને તમામ વયજૂથની મહિલાઓને મંદિરમાં પ્રવેશનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ બુધવારે સાંજે 5 કલાકે માસિક પુજા માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. 

જોકે, સબરીમાલા મંદિરના ભક્તો સુપ્રીમના ચૂકાદાનો વિરોધ કરી રહ્યા છે. આથી, તેઓ અહીં બેઝ કેમ્પમાં પહોંચી ગયા છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. તેઓ સબરીમાલા મંદિર તરફ જતા તમામ વાહનોને અટકાવીને તેમાં બેસેલી 10થી 50 વર્ષના વયજૂથની મહિલાઓને ઉતારી રહ્યા છે. બેઝ કેમ્પ નિલાક્કલ ખાતે ભારે તંગદીલીભર્યું વાતાવરણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news