S-400 મામલે અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યું, અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે...

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે અમારા અનેક દેશો સાથે સંબંધ છે જેનો ઇતિહાસ છે અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે

S-400 મામલે અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યું, અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે...

નવી દિલ્હી : ભારતે બુધવારે અમેરિકાને કહ્યું કે, પ્રતિબંધોથી પ્રભાવિત રશિયા સહિત અન્ય દેશો સાથેના પોતાના સંબંધોમાં તે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખશે. ભારત રશિયા પાસેથી એસ-400 સંરક્ષણ પ્રણાલી ખરીદી રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાનાં અમેરિકી સમકક્ષ માઇક પોમ્પિયો સાથેની વ્યાપક દ્વિપક્ષીય વાતચીત દરમિયાન આ વાત કરી હતી. પત્રકાર પરિષદ દરમિયાન પોમ્પિયોએ કહ્યું કે, ભારત અમેરિકાનું એક મહત્વનું મિત્ર અને ભાગીદાર રાષ્ટ્ર છે. બંન્નેની ભાગીદારી એક નવી ઉંચાઇએ પહોંચી રહી છે. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (કાટસા) હેઠળ પ્રતિબંધોના મુદ્દે એક સવાલનાં જવાબમાં જયશંકરે કહ્યું કે, ભારતે અનેક દેશો સાથે સંબંધ છે. 

ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી હતી મારામારી
જયશંકરે કહ્યું કે, અમારા અનેક દેશો સાથે સંબંધ છે... જેનો ઇતિહાસ છે. અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં છે અને તે રણનીતિક ભાગીદારીનો એક હિસ્સો પ્રત્યેક દેશની ક્ષમતા અને બીજા રાષ્ટ્રીય હિતોનું સન્માન કરવાનું છે. તેમણે કહ્યું કે, ભારત- અમેરિકા રણનીતિક ભાગીદારી ગહન અને વ્યાપક સમન્વય આધારિત છે. તેમણે કહ્યું કે, પોમ્પિઓની સાથે ઉર્જા, વ્યાપાર, અફઘાનિસ્તા, ખાડી અને હિંદ પ્રશાંત ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ. આતંકવાદ અંગે જયશંકરે કહ્યું કે, તેમણે ટ્રમ્પ તંત્રને મજબુત સમર્થન માટે પ્રશંસા વ્યક્ત કરી છે. પોમ્પિઓ મંગળવારે ભારત આવ્યા છે. 

ઉતરાખંડમાં 2થી વધારે બાળક, 10થી ઓછુ ભણેલ વ્યક્તિ નહી લડી શકે પંચાયત ચૂંટણી
બુધવારે સવારના સમયે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત અને દ્વિપક્ષીય સંબંધોના અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરી. પોમ્પિઓની આ યાત્રા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે જાપાનનાં ઓસાકામાં યોજાનારી જી20 શિખર સમ્મેલન ઉપરાંત યોજાનારી બેઠક પહેલા થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news