EVM પર ઘમાસાણ: RLSP પ્રમુખ કુશવાહાની ધમકી, 'લોકશાહીની રક્ષા માટે હથિયાર પણ ઉઠાવી શકીએ છે'

મતગણતરી હજુ તો શરૂ પણ નથી થઈ અને ઈવીએમ વિવાદ ઉભો થઈ ગયો છે. આ બાજુ એક્ઝિટ પોલમાં પણ એનડીએને બહુમતી મળતી બતાવતા વિરોધી નેતાઓ લાલઘૂમ થઈ ગયા છે.

EVM પર ઘમાસાણ: RLSP પ્રમુખ કુશવાહાની ધમકી, 'લોકશાહીની રક્ષા માટે હથિયાર પણ ઉઠાવી શકીએ છે'

પટણા: મતગણતરી હજુ તો શરૂ પણ નથી થઈ અને ઈવીએમ વિવાદ ઉભો થઈ ગયો છે. આ બાજુ એક્ઝિટ પોલમાં પણ એનડીએને બહુમતી મળતી બતાવતા વિરોધી નેતાઓ લાલઘૂમ થઈ ગયા છે. એક સમયે એનડીએના ઘટક પક્ષ રહી ચૂકેલા આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. કુશવાહાએ ધમકી આપતા કહ્યું કે મતોની રક્ષા માટે જરૂર પડી તો હથિયાર પણ ઉઠાવવા જોઈએ. તેમણે આ નિવેદન મહાગઠબંધન દ્વારા પટણામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું. 

કુશવાહાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી જીતવા માટે તમામ કર્મ કર્યા છે. દરેક પ્રકારના ગતકડા અજમાવ્યાં છે. કુશવાહાએ કહ્યું કે એક્ઝિટ પોલ પણ તે રણનીતિનો ભાગ છે જેને હું સંપૂર્ણ રીતે નકારું છું. હિન્દુસ્તાનમાં પહેલીવાર રિઝલ્ટ લૂટ ચલાવવામાં આવી રહી છે. ભાજપનું કશું ચાલશે નહીં. મહાગઠબંધનની લીડ છે અને મહાગઠબંધન બિહારમાં જીતી રહ્યું છે. જનતામાં ભાજપ વિરુદ્ધ આક્રોશ છે. લોકોમાં આક્રોશ છે અને રસ્તાઓ પર લોહી વહેશે.

— ANI (@ANI) May 21, 2019

કારાકાટ અને ઉઝિયાપુરથી ચૂંટણી લડી રહેલા કુશવાહાએ કહ્યું કે "પ્રશાસનને ચેતવું છું. મહાગઠબંધનના કાર્યકર્તા મતગણતરી કેન્દ્રની આસપાસ રહે. ઈવીએમ મળવાની ખબર અનેક જગ્યાઓથી આવી રહી છે. જનતા ચૂપ બેસશે નહીં. જનનાયક કર્પૂરીના સમયે બૂથ લૂટની ઘટના થતી રહી છે. કર્પૂરીજી કહેતા હતાં કે બૂથ લૂટને બચાવવા માટે હથિયાર ઉઠાવવા પડે તો પણ ઉઠાવવા જોઈએ."

જુઓ LIVE TV

મહાગઠબંધનની પ્રેસ કોન્ફન્સમાં તેજસ્વી યાદવ, જીતનરામ માંઝી, સામેલ થયા નહતાં. વીઆઈપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સાહની, રામચંદ્ર પૂર્વે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદનમોહન ઝા, સામેલ થયા હતાં. રામચંદ્ર પૂર્વે કહ્યું કે એક્ઝિટ  પોલ દ્વારા ભરમ ફેલાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું કે ભાજપના મનમાં  ખોટ છે તો એક્ઝિટ પોલ પ્રસારિત કરાય છે. ઈવીએમ જ્યાં રાખવામાં આવ્યાં છે ત્યાં કાર્યકર્તાઓ રહે. એક્ઝિટ પોલસ હંમેશા ખોટા ઠર્યા છે. હમ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બીએલ બેસન્તીએ કહ્યું કે 25 સીટ પર એનડીએ અમને હરાવી શકે તેમ નથી, જીતન રામ માંઝી ચૂંટણી જીતી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news