Tractor Rally: કોંગ્રેસ નેતા Shashi Tharoor અને અનેક પત્રકારો પર કેસ દાખલ, ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર ખોટી પોસ્ટના આરોપ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ (Congress) સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) અને અનેક પત્રકારો પર દિલ્હીના આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો. આ તમામ પર ગણતંત્ર દિવસના દિવસે ટ્રેક્ટર રેલી સંબંધિત ખોટી જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. આ અગાઉ આ  તમામ વિરુદ્ધ નોઈડામાં પણ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. 

Tractor Rally: કોંગ્રેસ નેતા Shashi Tharoor અને અનેક પત્રકારો પર કેસ દાખલ, ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર ખોટી પોસ્ટના આરોપ

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ (Congress) સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) અને અનેક પત્રકારો પર દિલ્હીના આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો. આ તમામ પર ગણતંત્ર દિવસના દિવસે ટ્રેક્ટર રેલી સંબંધિત ખોટી જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. આ અગાઉ આ  તમામ વિરુદ્ધ નોઈડામાં પણ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. 

શશિ થરૂર પર લાગ્યા છે આ આરોપ
શશિ થરૂર  (Shashi Tharoor) વિરુદ્ધ આઈપીસીની સંબિધિત કલમો હેઠળ કેસ દાખલ થયો છે. ફરિયાદમાં શશિ થરૂર ઉપરાંત પત્રકાર રાજદીપ સરદેસાઈ, મૃણાલ પાંડે, પરેશનાથ, અનંતનાથ અને વિનોદ કે જોસના નામ સામેલ છે. તમામ પર સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પણ આરોપ લાગ્યો છે. 

આ કલમો હેઠળ કેસ નોંધાયો
દિલ્હી (Delhi) પોલીસના જણાવ્યાં મુજબ આ લોકો પર દેશદ્રોહ સહિત અપરાધિક ષડયંત્ર અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સંબંધિત આઈપીસી હેઠળ અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. પોલીસે તમામ વિરુદ્ધ કલમ 153, 504, 505 તથા 120ની પેટાકલમો હેઠળ કેસ દાખલ થયો છે. પોલીસ હવે કેસ દાખલ કરીને તપાસ કરી રહી છે તથા કોંગ્રેસ (Congress) ના નેતા સહિત અન્ય લોકોની પૂછપરછ પણ કરી શકે છે. 

કોણે કરી ફરિયાદ?
પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ શશિ થરૂર અને પત્રકારો વિરુદ્ધ દિલ્હીના માતા-સુંદરીના રહીશ ચિરંજીવે આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર અકસ્માતમાં એક ખેડૂતનું મોત  થયું ત્યારબાદ આ તમામ લોકોએ ખોટી ટ્વીટ કરીને લખ્યું કે પોલીસની ગોળીથી ખેડૂત મરી ગયો. ફરિયાદકર્તાનું કહેવું છે કે આ ખોટી ટ્વીટના કારણે તે દિવસે તોફાનો થયા. 

પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા પર ફરકાવ્યો ધાર્મિક ઝંડો
અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસે આંદોલનકારી ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન મોટી સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારીઓ બેરિયર તોડીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને ત્યાં સ્તંભ પર એક ધાર્મિક ઝંડો ફરકાવી દીધો. અહીં 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી ઝંડો ફરકાવે છે. લાલ કિલ્લામાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ ખુબ ઉત્પાત મચાવ્યો અને ટિકિટ કાઉન્ટર સહિત અનેક સ્થળોએ તોડફોડ કરી. પોલીસે રાતે લગભગ સાડા 10 વાગ્યા સુધીમાં પ્રદર્શનકારીઓને લાલ કિલ્લામાંથી ખદેડ્યા અને ધાર્મિક ઝંડો હટાવ્યો. હજારો પ્રદર્શનકારીઓ દિલ્હીના આઈટીઓ સહિત અનેક સ્થળોએ પોલીસ સાથે ભીડી ગયા અને તેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં અરાજકતાની સ્થિતિ પેદા થઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news