Republic Day 2023: 26 જાન્યુઆરીએ કેમ PM ધ્વજ ફરકાવતા નથી? આ મોટું કારણ ખાસ જાણો

Difference between flag hoisting & flag unfurling: તમે બાળપણથી જોયું હશે કે 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે પ્રજાસત્તાક દિવસે તેઓ ઝંડો ફરકાવતા નથી. કારણ કે આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથથી ઝંડો ફરકાવે છે. આ બંનેમાં એક તફાવત છે. પરંતુ મોટાભાગના લોકોને તે ખબર હોતી નથી.

Republic Day 2023: 26 જાન્યુઆરીએ કેમ PM ધ્વજ ફરકાવતા નથી? આ મોટું કારણ ખાસ જાણો

Difference between flag hoisting & flag unfurling: તમે બાળપણથી જોયું હશે કે 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે પ્રજાસત્તાક દિવસે તેઓ ઝંડો ફરકાવતા નથી. કારણ કે આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથથી ઝંડો ફરકાવે છે. આ બંનેમાં એક તફાવત છે. પરંતુ મોટાભાગના લોકોને તે ખબર હોતી નથી. 15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી ધ્વજારોહણ કરે છે. જ્યારે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ કરે છે. તેમાં શું અંતર હોય છે તે જાણીએ. 

પ્રધાનમંત્રી કેમ નથી ફરકાવતા 26 જાન્યુઆરીએ ધ્વજ?
આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. તે સમયે દેશના મુખિયા પ્રધાનમંત્રી જ હતા. જેના કરાણે તે દિવસે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ જ લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. જ્યારે 24 જાન્યુઆરી 1950ના રોજ ડો.રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ ચૂક્યા હતા અને તેઓ દેશના બંધારણીય પ્રમુખ પણ હતા. આથી 26 જાન્યુઆરીના દિવસે દેશના રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે. રિપબ્લિક ડેના અવસરે રાજપથ પર ઝંડો ફરકાવવામાં આવે છે. 

ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવો એમાં અંતર
26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે રાષ્ટ્રીય ધ્વજને ઉપર બાંધવામાં આવે છે. તેને ત્યાંથી જ ફરકાવવામાં આવે છે. આ કારણે રિપબ્લિક ડે પર ધ્વજારોહણ નહીં પરંતુ ઝંડો ફરકાવ્યો (Flag Unfurling) કહેવામાં આવે છે. જ્યારે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે (Indipendence Day) રાષ્ટ્રીય ધ્વજને ઉપરની તરફ ખેંચવામાં આવે છે અને ફરીથી ફરકાવવામાં આવે છે. આ દિવસે ધ્વજારોહણ થાય છે. જે દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો હતો અને બ્રિટિશ સરકારે પોતાનો ઝંડો ઉતારીને ભારતીય ઝંડાને ઉપર ચડાવ્યો હતો. આ જ કારણે દર વર્ષે 15 ઓગસ્ટના રોજ તિરંગાને ઉપરની તરફ ખેંચવામાં આવે છે અને પછી ફરકાવવામાં આવે છે. એટલે કે 15 ઓગસ્ટના રોજ ધ્વજારોહણ (Flag Hoisting) કરવામાં આવે છે અને 26 જાન્યુઆરીએ ઝંડો ફરકાવવામાં (Flag Unfurling) કરવામાં આવે છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news