Covid 4th Wave: ચોથી લહેરની આશંકાઓ વચ્ચે રાહતભર્યા સમાચાર, ICMR પૂર્વ વૈજ્ઞાનિકે કહી મોટી વાત

દેશમાં કોરોનાના વધતા કેસ વધતાને જોઇ લોકોની ચિંતા વધવા લાગી છે. એવામાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ચોથી લહેર જલદી આવશે. એવામાં આઇસીએમઆરમાં મહામારી વિજ્ઞાન અને સંચારી રોગના પૂર્વ પ્રમુખ વૈજ્ઞાનિક ડો. રમણ આર ગંગાખેડકરે રાહતભર્યા સમાચાર આવ્યા છે. 

Covid 4th Wave: ચોથી લહેરની આશંકાઓ વચ્ચે રાહતભર્યા સમાચાર, ICMR પૂર્વ વૈજ્ઞાનિકે કહી મોટી વાત

ICMR ex Scientist on Covid fourth Wave: દેશમાં કોરોનાના વધતા કેસ વધતાને જોઇ લોકોની ચિંતા વધવા લાગી છે. એવામાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ચોથી લહેર જલદી આવશે. એવામાં આઇસીએમઆરમાં મહામારી વિજ્ઞાન અને સંચારી રોગના પૂર્વ પ્રમુખ વૈજ્ઞાનિક ડો. રમણ આર ગંગાખેડકરે રાહતભર્યા સમાચાર આવ્યા છે. 

ચોથી લહેરની આશંકાઓને નકારી
 

— ANI (@ANI) April 20, 2022

તેમણે કહ્યું કે 'મને લાગતું નથી કે આ ચોથી લહેર છે. આખી દુનિયામાં BA.2 વેરિએન્ટ દુનિયાભરના લોકોને પ્રભાવિત કરે છે. આપણામાંથી કેટલાક લોકોએ માસ્કના ફરજિયાત ઉપયોગને ખોટો સમજ્યો છે જેને પરત લેવામાં આવ્યો  છે. તેનો અર્થ સંક્રમણ થવાનો કોઇ ડર નથી. 

 

હજુપણ જરૂરી ફેસ માસ્કનો ઉપયોગ
સાથે જ તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઇ નવો વેરિએન્ટ સામે આવ્યો નથી. જે વૃદ્ધ છે, જેમણે રસી નથી લીધી, જે અત્યાર સુધી સંક્રમિત થઇ ચૂક્યા છે, તેમણે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જ જોઇએ. 

સ્કૂલોને બંધ કરવાની જરૂર નહી
સ્કૂલ બંધ કરવાના મુદ્દે પણ તેમણે કહ્યું કે આપણે સ્કૂલો બંધ ન કરવી જોઇએ કારણ કે તેનાથી શિક્ષણ અને વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણો આવશે. 12 વર્ષથી વધુ મોટા વિદ્યાર્થીઓ, જેમનામાં રોગ પ્રતિરોધક ક્ષમતાની ઉણપ છે, તેમણે જલદીથી જલદી રસી લગાવવી જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news