Delhi Violence: Red Fort પર ઝંડો ફરકાવનારો પંજાબનો જુગરાજ પોલીસની બીકે પરિજનો સહિત ફરાર 

દિલ્હી (Delhi) ના ઉપદ્રવીઓ પર પોલીસનો ગાળિયો મજબૂત થતા જ ભાગદોડ મચી છે. લાલ કિલ્લા (Red Fort) પર ઝંડો લગાવનાર ઉપદ્રવી પોલીસના રડાર પર છે. પોલીસ ધરપકડથી બચવા માટે આ લોકો છૂપાઈ ગયા છે.

Delhi Violence: Red Fort પર ઝંડો ફરકાવનારો પંજાબનો જુગરાજ પોલીસની બીકે પરિજનો સહિત ફરાર 

તરનતારન: દિલ્હી (Delhi) ના ઉપદ્રવીઓ પર પોલીસનો ગાળિયો મજબૂત થતા જ ભાગદોડ મચી છે. લાલ કિલ્લા (Red Fort) પર ઝંડો લગાવનાર ઉપદ્રવી પોલીસના રડાર પર છે. પોલીસ ધરપકડથી બચવા માટે આ લોકો છૂપાઈ ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ઝંડો ફરકાવનારા જુગરાજ સિંહ (Jugraj Singh ) ના પરિવારના સભ્ય અને તેના સમર્થક ગ્રામીણ પોલીસ કાર્યવાહીની બીકથી પંજાબના ગામ તારા સિંહથી ફરાર થઈ ગયા છે. 

શું કહેવું છે દાદાનું
લાલ કિલ્લા (Red Fort) પર ઝંડો લગાવનારા યુવકની ઓળખ પંજાબના તરનતારનના ગામ તારા સિંહના જુગરાજ સિંહ ( Jugraj Singh)  તરીકે થઈ છે. જેવી પોલીસની કડક કાર્યવાહીની તેમને ખબર પડી કે જુગરાજના માતા પિતા વૃદ્ધોને ઘરમાં છોડીને ભાગી ગયા છે. જ્યારે જુગરાજે ઝંડો લગાવ્યો હતો ત્યારે તેના દાદાએ કહ્યું હતું કે બારી કૃપા હૈ બાબે દી, બહોત સોહન હૈ. એક દિવસ બાદ જ્યારે પોતાના પૌત્રના કૃત્ય અંગે પૂછવામાં આવ્યું તો બોલ્યા, અમે નથી જાણતા કે શું થયું અને  કેવી રીતે થયું, તે એક સારો છોકરો છે, જેણે અમને ક્યારેય ફરિયાદ કરવાની તક આપી નથી. 

ગામવાળાએ ગણાવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના
ગ્રામીણોનું કહેવું છે કે પોલીસ જુગરાજના ઘર પર સતત દરોડા પાડી રહી છે પરંતુ દર વખતે તેમને ખાલી હાથે પાછું ફરવું પડ્યું. જુગરાજના ઘર પર હાજર ગ્રામીણ પ્રેમ સિંહે જણાવ્યું કે ટીવી પર આ ઘટના જોઈ હતી. જુગરાજનું કૃત્ય નિશ્ચિતપણે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ આ યુવા અને નિર્દોષ છોકરાને  લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાના પરિણામની ખબર નહતી. પહેલેથી આવી કોઈ યોજના ન હતી. કોઈએ તેને એક ઝંડો આપ્યો અને તેને ફરકાવવા માટે કહ્યું અને તે ઉપર ચડી ગયો.'

કોણ છે જુગરાજ સિંહ
લાલ કિલ્લા પર ઝંડો લગાવનારો જુગરાજ સિંહ મેટ્રિક પાસ છે. 24 જાન્યુઆરીના રોજ ગામથી બે ટ્રેક્ટર ટ્રોલીઓ ખેડૂત આંદોલન(Farmers Protest)   માટે દિલ્હી (Delhi) રવાના થઈ હતી. જુગરાજ સિંહ તેમની સાથે જ દિલ્હી ગયો હતો. દાદા મેહલ સિંહે જણાવ્યું કે પરિવાર પાસે બે એકર જમીન છે. પરિવાર પર ચાર લાખનું દેવું પણ છે. 26 જાન્યુઆરીના રોજ રાતે દસ વાગતા જ પોલીસની એક ટીમ જુગરાજ સિંહના ઘરે પહોંચી અને પરિવારની પણ પૂછપરછ કરાઈ. પૂછપરછ દરમિયાન જુગરાજ સિંહના પિતા બલદેવ સિંહે જણાવ્યું કે અઢી વર્ષ પહેલા ચેન્નાઈ સ્થિત ખાનગી કંપનીમાં કામ કરવા ગયો હતો. પરંતુ પાંચ મહિનામાં જ પાછો આવી ગયો. ત્યારબાદ ખેતીનું કામ કરતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news