મની લોન્ડ્રિંગ કેસ: નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે જારી કરી રેડ કોર્નર નોટિસ
Trending Photos
નવી દિલ્હી: ભારત (India)ના ભાગેડુ નીરવ મોદી (Nirav Modi)ની પત્ની અમી મોદી (Ami Modi) સામે ઇન્ટરપોલ (Interpol)એ મનિ લોન્ડ્રિંગ કેસ (Money-Laundering Cases)માં રેડ કોર્નર નોટીસ (Red corner notice) મોકલી છે. ઇન્ટરપોલે આ નોટિસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ની પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) સાથે 13,500 કરોડની છેતરપિંડીના મામલે તપાસ બાદ જારી કરી છે. તમને જણવી દઇએ કે, નીરવ મોદીની પત્ની અમી મોદી અમેરિકા (America)ની નાગરિક છે. આ નોટિસ બાદ અમી મોદીના પ્રત્યર્પણની કાર્યવાહી શરૂ થશે.
ઈડી (ED)ના એક અધિકારીએ જણાવ્યું કે, ઇન્ટરપોલે અમી મોદીની સામે ઈડીની મની લોન્ડ્રિંગ (Money-Laundering Cases) તપાસના આધાર પર રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરી છે. ઇન્ટરપોલની નોટિસ આંતરરાષ્ટ્રીય અરેસ્ટ વોરન્ટની જેવી હોય છે.
નીરવ મોદીની સામે પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી મામલે લંડન (London)માં પ્રત્યર્પણનો કેસ ચાલી રહ્યો છે. તે લંડનની જેલમાં બંધ છે. ભારતની ઘણી એજન્સીઓએ નીરવ મોદીની સામે ઘણા કેસ નોંધ્યા છે. (ઇનપુટ આઇએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે