રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની 3 બેઠકની ચૂંટણી પૂર્ણ, નીતિન ઢાંકેચા જૂથે ત્રણેય બેઠક કબ્જે કરી

રાજકોટના લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ત્રણ બેઠક પર સોમવારે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં નીતિન ઢાંકેચા જુથના લક્ષ્મણ સિંધવ, નરેન્દ્ર ભુવા અને ભુપેન્દ્રસિંહ જાડેજા વિજેતા થયા છે. રાજકોટ લોધિકા સંધના હાલના ચેરમેન નીતિન ઢાંકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી જુથ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. ૉ
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની 3 બેઠકની ચૂંટણી પૂર્ણ, નીતિન ઢાંકેચા જૂથે ત્રણેય બેઠક કબ્જે કરી

રાજકોટ : રાજકોટના લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ત્રણ બેઠક પર સોમવારે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં નીતિન ઢાંકેચા જુથના લક્ષ્મણ સિંધવ, નરેન્દ્ર ભુવા અને ભુપેન્દ્રસિંહ જાડેજા વિજેતા થયા છે. રાજકોટ લોધિકા સંધના હાલના ચેરમેન નીતિન ઢાંકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી જુથ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. ૉ

ખાંભા બેઠક પર અશોક ભુવા અને ગોપાલસિંહ જાડેજા, રૈયા મવા બેઠક પર ભુપેન્દ્રસિંહ જાડેજા અને પ્રવીણ સખિયા તેમજ હડમતિયા બેઠક પર લક્ષ્મણ સિંદવા અને કરશન ડાંગરે સામ સામી ઉમેદવારી નોંધાવી હતી. સોમવારે જૂની કલેક્ટર કચેરી ખાતે સવારથી જ મતદાન શરૂ થનાના કલાકમાં જ 13 માંથી 12 મતદારોએ મતદાન કર્યું અને એક મતદારે બપોર બાદ મતદાન કર્યું હતું. 

સુરતના ખાડી પૂરમાં ફસાયેલી મહિલા માટે દેવદૂત બનીને પહોંચ્યું ફાયર વિભાગ
મતદાર પુર્વે નીતિન ઢાંકેચા ઉમેદવાર સિવાયના 6 મતદારને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા. સીધા મતદાન સ્થળે  લાવ્યા હતા. મતગણતરી બાદ ઢાંકેચા ઉમેદવારો વિજેતા થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રતિષ્ઠાની લડાઇ હતી. જેમાં આખરે ઢાંકેચા ગ્રુપના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news