RTGS દ્વારા નાણા ટ્રાન્સફર કરતા લોકો માટે ખુશખબર, RBIએ લીધો મોટો નિર્ણય

RTGS ઉપરાંત એક ખાતામાંથી બીજા ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનું એક અન્ય લોકપ્રિય માધ્યમ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) પણ છે 
 

RTGS દ્વારા નાણા ટ્રાન્સફર કરતા લોકો માટે ખુશખબર, RBIએ લીધો મોટો નિર્ણય

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આમ આદમીને રાહત આપતા RTGS દ્વારા પૈસા મોકલવાનો સમય દોઢ કલાક વધારીને સાંજે 6.00 કલાક સુધીનો કરવામાં આવ્યો છે. આ નિયમ 1 જૂનથી લાગુ તશે. RBI દ્વારા મંગળવારે આ જાહેરાત કરાઈ હતી. અત્યારે RTGS દ્વારા સાંજે 4.30 કલાક સુધી જ પૈસા ટ્રાન્સફર કરી શકાતા હતા. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) વ્યવસ્થા અંતર્ગત એક ખાતામાંથી બીજા ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનું કામ તાત્કાલિક થતું હતું. 

RTGSનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થાય છે. જેના અંતર્ગત ઓછામાં ઓછા રૂ.2 લાખ મોકલી શકાય છે અને વધુમાં વધુ રકમ મોકલવાની કોઈ જ મર્યાદા નથી. RBI દ્વારા કરાયેલી જાહેરાતમાં જણાવાયું છે કે, "RBIએ RTGS દ્વારા ગ્રાહકોને પૈસાની હેર-ફેરનો સમય સાંજે 4.30 કલાકથી વધારીને 6.00 કલાક કરવાનો નિર્ણય લીધો છે."

RTGS से पैसे भेजने वालों के लिए खुशखबरी, अब इतने बजे तक कर सकेंगे ट्रांजेक्शन

RTGSની આ સુવિધા 1 જૂનથી નાગરિકોને ઉપલબ્ધ બનશે અને તમામ બેન્કોએ આ નિયમનો અમલ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, RTGS ઉપરાંત એક ખાતામાંથી બીજા ખાતામાં નાણા ટ્રાન્સફર કરવાનું એક અન્ય લોકપ્રિય માધ્યમ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) પણ છે. NEFTમાં પૈસા મોકલવા માટેની કોઈ લઘુત્તમ કે મહત્તમ લીમીટ બાંધવામાં આવી નથી. 

RTGS સૌથી ઝડપી મની ટ્રાન્સફર સેવા છે. RTGSનો ઉપયોગ બેન્કમાંથી અથવા તો નેટબેન્કિંગના માધ્યમથી પણ કરી શકાય છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news