ફ્રી રાશન લેનારા કરોડો લોકોની સામે આવી નવી મુશ્કેલી, તમામ કાર્ડ ધારકોએ જાણવું જરૂરી

Free Ration Scheme: અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ચોખા ટૂંક સમયમાં દુકાનો સુધી પહોંચશે. ચોખા રાશનની દુકાનો પર પહોંચ્યા બાદ વિતરણ શરૂ કરવામાં આવશે. વિતરણ વ્યવસ્થામાં ગરબડના કારણે જાન્યુઆરીમાં કાર્ડ ધારકોને રાશન મળવામાં વિલંબ થયો છે.

ફ્રી રાશન લેનારા કરોડો લોકોની સામે આવી નવી મુશ્કેલી, તમામ કાર્ડ ધારકોએ જાણવું જરૂરી

Free Ration Card: જો તમે પણ રાશન કાર્ડ દ્વારા સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. કેમ કે, રાશન વિતરણ સંબંધિત એક નવું અપડેટ આવ્યું છે. આ અપડેટ સાંભળીને તમે ચિંતિત થઈ શકો છો. દર મહિનાની 15મી તારીખ સુધીમાં રાશનનું વિતરણ કરવાનું રહેશે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં હજુ સુધી રાશનનું વિતરણ થયું નથી. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય ખાદ્ય નિગમ (FCI) દ્વારા હજુ સુધી કેટલાક જિલ્લાઓમાં ચોખાની સપ્લાય કરવામાં આવી નથી. જેના કારણે રાશનનો સપ્લાય થતો નથી.

રેશનકાર્ડ ધારકોને રાશન મળવામાં વિલંબ થયોઃ
FCI દ્વારા માત્ર ઘઉં, ખાંડ, ચણા, તેલ અને મીઠું કેટલાક રાશન ક્વોટાની દુકાનોમાં પહોંચાડવામાં આવ્યા છે. રાશન વિતરણ માટે આ દુકાનો સુધી ચોખા પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ચોખા ટૂંક સમયમાં દુકાનો સુધી પહોંચશે. ચોખા રાશનની દુકાનો પર પહોંચ્યા બાદ વિતરણ શરૂ કરવામાં આવશે. વિતરણ વ્યવસ્થામાં ગરબડના કારણે જાન્યુઆરીમાં કાર્ડ ધારકોને રાશન મળવામાં વિલંબ થયો છે.

પોઈન્ટ ઓફ સેલ્સ મશીન (PoS) રાશનની દુકાનો પર ચોખાના ક્વોટાની ઉપલબ્ધતા ન હોવાને કારણે રાશન વિતરણની મંજૂરી આપતું નથી. આવી સ્થિતિમાં રાશનકાર્ડ ધારકોને તેમની ઈચ્છા વિરુદ્ધ પણ રાહ જોવાની ફરજ પડી રહી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી ચોખાના સપ્લાયમાં કેમ વિલંબ થઈ રહ્યો છે તેની માહિતી બહાર આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news