રામ મંદિર પર ફરી ગરમાયું રાજકારણ, આજે રામલલાના દર્શન કરશે ઉદ્ધવ ઠાકરે

અયોધ્યાની વિવાદિત જમીન પર ફરી એકવાર રામ મંદિર નિર્માણને લઅને રાજકારણ ગરમાયું છે. આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના 18 સાંસદો સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે સવારે 9 વાગે અયોધ્યા પહોંચશે અને 11 વાગે રામલલાના દર્શન માટે જશે.

રામ મંદિર પર ફરી ગરમાયું રાજકારણ, આજે રામલલાના દર્શન કરશે ઉદ્ધવ ઠાકરે

નવી દિલ્હી: અયોધ્યાની વિવાદિત જમીન પર ફરી એકવાર રામ મંદિર નિર્માણને લઅને રાજકારણ ગરમાયું છે. આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના 18 સાંસદો સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે સવારે 9 વાગે અયોધ્યા પહોંચશે અને 11 વાગે રામલલાના દર્શન માટે જશે. ઉદ્ધવ બે વાર અયોધ્યા આવવાના આ પાસાને રામ મંદિર નિર્માણની પ્રથમ સીડી તરીકે જોવામાં આવી રહ્યું છે.

લોકસભા ચૂંટણી પહેલા પણ કર્યો હતો પ્રવાસ
લોકસભા ચૂંટણી પહેલા પણ ઉદ્ધવ ઠાકરે તેમના પરિવાર સાથે અયોધ્યાના પ્રવાસે આવ્યા આવ્યા હતા અને રામ મંદિર નિર્માણને લઇને મોદી સરકાર પાસે જવાબ માગ્યા હતા. હવે લોકસભા ચૂંટણી બાદ સાધુ-સંતોના જયકારા વચ્ચે ઉદ્ધવ ઠાકરે તેમના 18 સાંસદો સાથે 16 જૂન (આજે)એ અયોધ્યા પહોંચી રહ્યાં છે.

જ્યારે લોકસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે પહેલી વખત અયોધ્યા પહોંચ્યા હતા, ત્યારે કહ્યું હતું કે, રામ અમારા માટે રાજકારણનો વિષય નથી. શિવસેના રામના નામ પર ક્યારે વોટ માગશે નહીં. લોકસભા ચૂંટણી બાદ અમે ફરી અયોધ્યા આવીશું. આમ તો જોઇએ તો, ઉદ્ધવ ઠાકરેનો રાજકીય વારસો પણ અયોધ્યા સાથે જોડાયેલો છે. જોકે, આ વાત અલગ છે કે, તેમને આ અયોધ્યા યાત્રાની સાથે સંભાળવાનો ખ્યાલ ત્રણ દશક પછી આવ્યો છે.

સંજય રાઉતે કરી આ વાત
સંજય રાઉતે કહ્યું કે, નવા ચૂંટાયેલા 18 લોકસભા સાંસદોની સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કરશે. તેમણે જણાવ્યું કે, પાર્ટીના બધા જ સાંસદ 15 જૂને જ અયોધ્યા પહોંચી જશે. જ્યારે ઉદ્ધવ ઠાકરે 16 જૂને ત્યાં પહોંચે તેવી આશા છે. સંજય રાઉતે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં અમને બહુમત મળી છે. તેમાં રામલલા અને મંદિરનું નિર્માણ કાર્ય પણ સામેલ છે. રાઉતે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ટૂક સમયમાં જ યોગી જી અને મોદીજીના નેતૃત્વમાં શરૂ થશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news