ચૂંટણી પરિણામ પહેલા જ ભાજપમાં નારાજગી, સાંસદે કહ્યું - હાર્યા તો શિવરાજના શબ્દો હશે જવાબદાર

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગૌર બાદ હવે ભાજપના રાજ્યસભા સાંસદ સઘુનંદન શર્માએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું છે.

ચૂંટણી પરિણામ પહેલા જ ભાજપમાં નારાજગી, સાંસદે કહ્યું - હાર્યા તો શિવરાજના શબ્દો હશે જવાબદાર

મંદસૌર: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થવાના છે. પરંતુ તે પહેલા જ મધ્ય પ્રદેશમાં ભાજપમાં નારાજગી જોવા મળી રહીં છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગૌર બાદ હવે ભાજપના રાજ્યસભા સાંસદ સઘુનંદન શર્માએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું છે.

મધ્ય પ્રદેશના રાજ્યસભા સાંસદ રઘુનંદન શર્માએ કહ્યું હતું કે, જો બહુમત નહી આવે તો તેની જવાબદારી શિવરાજ સિંહ ચૌહાણની રહેશે. રઘુનંદન શર્માએ શિવરાજના માઇ કા લાલ નિવેદન પર નિશાન સાધતા જણાવ્યુ હતું કે, જો આવા ઘમંડ ભર્યો શબ્દ, જેમાં પડકાર, અહંકાર જોવા મળે છે, તે બોલવામાં ના આવતા તો 1-2 ટકા વોટની ઘટ રહી હતો. મધ્ય પ્રદેશમાં એક ટકા વોટની ઘટ એટલે 10 સીટોનું ઓછું થવું છે. જો આપણે તે શબ્દ માટે દિલગીર છીએ અથવા સમાજને સમજાવી લઇએ છે તો આપણે તે નુકસાનની ભરપાઇ કરી શકીએ છીએ.

સરતાજ અને બાબાએ પહોંચડ્યું નુકસાન: ગૌર
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગૌર અને કોંગ્રેસના નિવર્તમાન ધારાસભ્ય આરિફ અકીલની વચ્ચે થયેલી મુલાકાતે રાજકારણને ગરમાવ્યું છે. સામે આવેલા વીડિયોમાં ગૌર માની રહ્યાં છે કે ભાજપથી બગાવત કરનાર પૂર્વ મંત્રી સરતાજ સિંહ અને ડૉ. રામકૃષ્ણ કુસમારિયા (બાબા)એ પાર્ટી (ભાજપ)ને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુરૂવાર સાંજે અકીલની મુલાકાત પૂર્વ મુખ્યમંત્રી ગૌરના આવાસ પર થઇ હતી. તે દરમિયાન મીડિયાના કેમેરામાં સંપૂર્ણ વાતચીત રેકોર્ડ થઇ ગઇ હતી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે. આ વાતચીતમાં અકીલ ભાજપના કેટલાક નેતાઓ પર કટાક્ષ કરી રહ્યાં છે કે, મેયર અને મંત્રી બનવું કંઈ જ નથી, જે વિસ્તારમાં તેઓ રહે છે ત્યાં કોંગ્રેસ જીતી રહી છે.

આ વાત પર ગૌરે કહ્યું કે, અમારી વહુને ટિકિટ મળી, નહીં તો પરિસ્થિતિ બીજી હોત. સરતાજ અને કુસમારિયાને ટિકિટ ના આપી તો બંનેએ મોટું નુકસાન કર્યું છે. આરિફ અકીલ ભોપાલ ઉત્તરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ગૌરની પુત્રવધુ કૃષ્ણા ગૌરને ભાજપના ગોવિદપુરાની ઉમેદવાર બનાવવામાં આવી છે. સરતાજ સિંહએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને હોશંગાબાદથી ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત ડૉ. કુસમારિયા બે વિધાનસભા ક્ષેત્ર- દમોહ અને પથરિયાથી ભાજપથી બગાવત કરી સવતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news