Rajya Sabha Election 2022: નવાબ મલિક અને અનિલ દેશમુખને મોટો ઝટકો, મતદાન નહીં કરી શકે
આજે રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. દેશના 4 રાજ્યોની રાજ્યસભા બેઠકો માટેની આ ચૂંટણીમાં જે પાર્ટી કે ગઠબંધનને વધુ બેઠકો મળશે તેનું પલડું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારે જણાશે. માટે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પણ આજની રાજ્યસભા ચૂંટણી ખુબ મહત્વની છે. લેટેસ્ટ અપડેટ માટે વાંચો...
Trending Photos
Rajya Sabha Election 2022: ગુરુવારે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ જાહેર થઈ. ચૂંટણી પંચે જણાવ્યાં મુજબ 18 જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ પરિણામ જાહેર થશે. આજનો દિવસ પણ ખુબ મહત્વનો છે કારણ કે આજે રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. દેશના 4 રાજ્યોની રાજ્યસભા બેઠકો માટેની આ ચૂંટણીમાં જે પાર્ટી કે ગઠબંધનને વધુ બેઠકો મળશે તેનું પલડું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારે જણાશે. માટે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પણ આજની રાજ્યસભા ચૂંટણી ખુબ મહત્વની છે.
Live Updates:
રાજસ્થાનના તમામ 200 વિધાયકોએ કર્યું મતદાન
રાજસ્થાનમાં રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન પૂરું થઈ ગયું છે. રાજ્યના તમામ 200 ધારાસભ્યોએ મતદાન કર્યું. માયાવતીની પાર્ટીના ચાર વિધાયકોએ સત્તાધારી પાર્ટીના સમર્થનમાં મતદાન કર્યું. આ વિધાયક ચૂંટણી પહેલા રાજ્સ્થાનમાં કોંગ્રેસ સાથે વિલયની જાહેરાત કરી ચૂક્યા હતા. તમામ 6 ધારાસભ્ય જે પહેલા બસપા સાથે હતા તેઓ મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે વિધાનસભા ભવન પહોંચ્યા અને મતદાન કર્યું. મતગણતરી સાંજે 5 વાગે થશે.
રાજસ્થાનમાં ભાજપના એમએલએનો મત એળે ગયો?
રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્ય શોભરાની કુશવાહનો મત એળે ગયો હોવાનું કહેવાય છે. તેઓ ધૌલપુરથી ધારાસભ્ય છે. જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાએ કહ્યું કે મતગણતરી સમયે તેની માન્યતા અંગે તપાસ થશે. બીજી બાજુ રાજસ્થાનમાં જ ભાજપના ધારાસભ્ય કૈલાશ મીણાના મત પર વિવાદ થયો છે. રાજેન્દ્ર રાઠોડ અને ગોવિંદ ડોટાસરામાં શાબ્દિક ટપાટપી પણ થઈ. ગઢી વિધાયક રાજેન્દ્ર રાઠોડે ભાજપના પોલિંગ એજન્ટને પોતાનો મત દેખાડ્યો હતો. આ બધા વચ્ચે ડોટાસરાએ દાવો કર્યો કે તેમણે પણ કૈલાશ મિણાને મત બતાવ્યો. જેના પર બોલાચાલી થઈ. હવે સીસીટીવી કેમેરાની મદદ લેવાશે.
JDS ના ધારાસભ્યનું ક્રોસ વોટિંગ
જેડીએસના ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટિંગ થયું હોવાના સમાચાર આવી રહ્યા છે. વિધાયક શ્રીનિવાસ ગૌડાએ પોતે આ વાત સ્વીકારી.
#WATCH | I have voted for Congress because I love it: K Srinivasa Gowda, Karnataka JD(S) leader on Rajya Sabha elections pic.twitter.com/oMSkdlYSuQ
— ANI (@ANI) June 10, 2022
અનિલ દેશમુખ અને નવાબ મલિક નહીં કરી શકે મતદાન
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આ બંને નેતાઓને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરવાની તત્કાળ મંજૂરી આપવાની ના પાડી દીધી છે. અત્રે જણાવવાનું કે આજે સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે.
#UPDATE | High Court upholds Special PMLA court's decision, Nawab Malik is not allowed to vote immediately. The court said that this petition is wrong and asked him to approach with the amended application before an appropriate bench.
— ANI (@ANI) June 10, 2022
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી, 180 ધારાસભ્યોએ કર્યું મતદાન
મહારાષ્ટ્રમાં 50 ટકા મતદાન શરૂઆતના 1.5 કલાકમાં જ પૂરું થઈ ગયું હતું. હાલ 180 વિધાયકોએ મતદાન કર્યું છે.
રાજ્યસભાના કુલ 245 સાંસદ
જો રાજ્યસભાના આંકડાની વાત કરીએ તો આંકડાકીય ગણતરી મુજબ રાજ્યસભામાં કુલ 245 સભ્યો હોય છે. જેમાંથી 233 બેઠકો માટે મતદાન થાય છે. જ્યારે બાકીની 12 બેઠકો પર રાષ્ટ્રપતિ તરફથી ઉમેદવાર નોમિનેટ થાય છે. હાલ રાજ્યસભામાં સૌથી વધુ 95 સભ્યો ભાજપના છે. જ્યારે કોંગ્રેસના 29 સભ્યો છે. આજે જે 16 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાં હરિયાણાની 2 બેઠકો, રાજસ્થાનની 4, કર્ણાટકની 4 અને મહારાષ્ટ્રની 6 બેઠકો સામેલ છે. રાજ્યોના વિધાયકો આ બેઠકો માટે મતદાન કરશે. આ ચૂંટણીમાં લોકસભા કે વિધાનસભા બેઠકો માટે જે રીતે મતદાન થાય છે અને નાગરિકો મતદાનમાં ભાગ લે છે તેવું હોતું નથી. નાગરિકો મતદાન કરતા નથી પરંતુ નાગરિકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મતદાન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે