PM Modi પાસે જે સંસ્થાકીય કુશળતા છે, તે કોઈ દૈવી શક્તિ વગર શક્ય નથી: રાજનાથ સિંહ

PM Narendra Modi Popularity: રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમ નરેન્દ્ર મોદી વિશે વરિષ્ઠ પત્રકાર અજય સિંહ દ્વારા લખાયેલા પુસ્તક 'ધી આર્કિટેક્ટ ઓફ ધ બીજેપી' ના વિમોચન પ્રસંગે કહ્યું કે પીએમ મોદી કેમ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય છે. તેમણે કહ્યું કે સંસ્થાકીય કુશળતા, જનતા સાથે જોડાણ અને તેમની મુશ્કેલીઓની ઊંડાણપૂર્વક સમજના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. 

PM Modi પાસે જે સંસ્થાકીય કુશળતા છે, તે કોઈ દૈવી શક્તિ વગર શક્ય નથી: રાજનાથ સિંહ

PM Narendra Modi Popularity: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા અને વૈશ્વિક લીડરની યાદીમાં નંબર વન છે. આ બધા વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે પીએમ મોદી કેમ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય છે. તેમણે કહ્યું કે સંસ્થાકીય કુશળતા, જનતા સાથે જોડાણ અને તેમની મુશ્કેલીઓની ઊંડાણપૂર્વક સમજના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. 

વિપક્ષને પીએમ મોદીનો તોડ નથી મળી રહ્યો- રાજનાથ
વરિષ્ઠ પત્રકાર અજય સિંહ દ્વારા લખાયેલા પુસ્તક 'ધી આર્કિટેક્ટ ઓફ ધ બીજેપી' ના વિમોચન પ્રસંગે રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે કેટલાક લોકો પીએમ નરેન્દ્ર મોદીનો તોડ શોધી રહ્યા છે પરંતુ તેમને તે મળતો નથી. 

પીએમ મોદીની અંદર દૈવી શક્તિ- રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે જનતા સાથે જોડાયેલા રહો, સફળથા તમારા ચરણ ચૂમશે, આ પ્રધાનમંત્રી મોદીનો મૂળ મંત્ર છે. તેમણે કહ્યું કે તેમના મુજબ મોદી પાસે જે સંસ્થાકીય કુશળતા છે , તે કોઈ દૈવી શક્તિ વગર શક્ય નથી. તેમણે કહ્યું કે જનતા સાથે જોડાણ, તેમની સાથે સંવાદ, દેશની નસ પર મજબૂત પક્કડ, જનતાની મુશ્કેલીઓની ઊંડાણપૂર્વક જાણકારીથી તેમની લોકપ્રિયતાએ દેશ જ નહીં પરંતુ દુનિયામાં પણ તમામ નેતાઓને પછાડ્યા છે. આજે તેઓ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. 

દુનિયાના 12 નેતાઓને પાછળ છોડ્યા
અમેરિકી કંપની ધ મોર્નિંગ કંસલ્ટના એક સર્વેનો હવાલો આપતા રક્ષામંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ લોકપ્રિયતામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટિશ પ્રધાનમંત્રી સહિત દુનિયાના 12 પ્રમુખ રાષ્ટ્રાધ્યક્ષોને પાછળ છોડ્યા છે. તેમણે કહ્યું કે મોદીનો જનતા સાથે એક ભાવનાત્મક સંબંધ બની ગયો છે. તેમના પ્રધાનમંત્રી બન્યા પહેલા દેશમાં કેટલાક રાજ્યોમાં એનડીએની સરકાર હતી આજે તેનો વિસ્તાર 16 રાજ્યો સુધી થયો છે. હાલ સમગ્ર દશમાં 1300થી વધુ વિધાયક અને 400થી વધુ ભાજપના સાંસદ છે. 

વિપક્ષ 2029 બાદ પીએમ મોદીનો તોડ વિચારે
રાજનાથ સિંહે કહ્યું કે કેટલાક લોકો મોદીનો વિકલ્પ શોધી રહ્યા છે પરંતુ તેમને કોઈ તોડ મળતો નથી. તેમણે રાજનીતિક વિશ્લેષકોનો હવાલો આપતા કહ્યું કે તેમનું માનવું છે કે 2029 બાદ જ તેમણે આ અંગે વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે મોદીએ પાર્ટીનો વિસ્તાર ફક્ત ચૂંટણી જીતવા માટે નથી કર્યો, પરંતુ તે વિચારધારાના પ્રસાર અને દેશની સોચમાં બદલાવ માટે આમ કરે છે. 

શું છે પીએમ મોદીની રણનીતિ
પીએમ મોદીને મળતી સતત ચૂંટણી જીતનો મંત્ર 'ફક્ત જીત માટે લડો' ને ગણાવતા રાજનાથ સિંહે કહ્યું કે બૂથ સ્તરે કાર્યકરોના 'સુક્ષ્મ મેનેજમેન્ટ' તેમની આ રણનીતિનો ભાગ હતો. તેમણે કહ્યું કે- સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ- સૌનો પ્રયાસ પ્રધાનમંત્રીનું આહ્વાન કોઈ જુમલો નથી, અસલમાં તેઓ આ મંત્ર સાથે આગળ વધી રહ્યા છે. 

રાજનાથ સિંહે કહ્યું કે પીએમ મોદીના રણનીતિક કૌશલની વિકાસ યાત્રા કોઈ એક દિવસમાં નથી થઈ પરંતુ દેશમાં વર્ષો વર્ષ પ્રવાસ કરીને તેણે લોકોને જાણ્યા છે, દેશને સમજ્યો છે, સામાન્ય લોકોની તકલીફ જાણી છે અને તેમની સાથે સંવાદ કર્યો છે. તેમણે કહ્યું કે જાતિ અને વર્ગની સરહદો તોડતા તેમણે પાર્ટીના વિસ્તારનું એવું મોડલ બનાવ્યું છે જેનો કોઈ તોડ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news