રેકોર્ડ તૂટ્યો! 4 ભાઈઓએ બહેન માટે 8 કરોડનું મામેરું ભર્યું...વિગતો જાણી અચંબિત થશો

રવિવારે રાજસ્થાનના નાગૌરમાં જાટોએ પોતાનો જ ઈતિહાસ દોહરાવ્યો. અત્યાર સુધીનું સૌથી મોટું મામેરું ઢીગસરાના મેહરિયા પરિવારે ભર્યું. નાગૌર જિલ્લામા મામેરું ભરવાનો આ રેકોર્ડ જાયલ તહસીલનો છે. પરંતુ રવિવારે રેકોર્ડ તૂટ્યો. નાગૌરના ખીંવસર તહસીલના ઢીગસરા ગામના ચાર ભાઈઓએ પોતાની બહેનને આઠ કરોડ 31 લાખનું મામેરું ભરી આપ્યું. 

રેકોર્ડ તૂટ્યો! 4 ભાઈઓએ બહેન માટે 8 કરોડનું મામેરું ભર્યું...વિગતો જાણી અચંબિત થશો

રવિવારે રાજસ્થાનના નાગૌરમાં જાટોએ પોતાનો જ ઈતિહાસ દોહરાવ્યો. અત્યાર સુધીનું સૌથી મોટું મામેરું ઢીગસરાના મેહરિયા પરિવારે ભર્યું. નાગૌર જિલ્લામા મામેરું ભરવાનો આ રેકોર્ડ જાયલ તહસીલનો છે. પરંતુ રવિવારે રેકોર્ડ તૂટ્યો. નાગૌરના ખીંવસર તહસીલના ઢીગસરા ગામના ચાર ભાઈઓએ પોતાની બહેનને આઠ કરોડ 31 લાખનું મામેરું ભરી આપ્યું. આ અગાઉ નાગૌરમાં થોડા દિવસ પહેલા જ ડોલરથી સજેલી ચૂંદડી 3 કરોડ એકવીસ લાખનું મામેરું ભરાયું હતું. ભાગીરથ મેહરિયા, અર્જૂન મેહરિયા, પ્રહલાદ મેહરિયા તથા ઉમેદજી મેહરિયાએ બહેન ભવરીને 8 કરોડ 31 લાખનું મામેરું ભરી આપ્યું. 

મામેરા ભરવા માટે મોઘલ કાળથી જ નાગૌરની જાયલ તહસીલ પ્રસિદ્ધ છે. અહીં થોડા દિવસ પહેલા બે ભાઈઓએ બહેનને ડોલરથી સજેલી ચૂંદડી અને એક કરોડનું મારું ભર્યું હતું. ત્યારબાદ બુરડી ગામના રહીશ ભંવરલાલ ચૌધરીએ 3 કરોડ 21 લાખનું મામેરું ભર્યું હતું. હવે આ બધા રેકોર્ડ  તૂટી ગયા છે કારણ કે ભાગીરથ મેહરિયાના પરિવારે 8 કરોડ 31 લાખનું મામેરું ભર્યું છે. રવિવારે નાગૌરના જાટોએ પોતાનો જ ઈતિહાસ દોહરાવ્યો. નાગૌરમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું મામેરું ઢીગરસરાના મેહરિયા પરિવારના ભાગીરથ મેહરિયાના પરિવાર દ્વારા બહેન ભંવરી દેવી રાયધાનુવાળા માટે 8 કરોડ 31 લાખનું મામેરું ભરાયું. 

આ મામરામાં 2 કરોડ 21 લાખ રૂપિયા કેશ, 71 લાખનું 1 કિલો 105 ગ્રામ સોનું, 9 લાખ 80 હજારની 14 કિલો ચાંદી, જેમાં 2 કિલો ચાંદી બહેનને બાકીના 800 સિક્કા આખા ગામમાં વહેંચ્યા. એટલું જ નહીં ભાઈઓએ 4 કરોડ 42 લાખની 100 વીઘા જમીન અને ગુઢા ભગવાન દાસમાં 50 લાખનો પ્લોટ, ગુઢા ભગવાન દાસમાં 1 વીઘા જમીન અને 7 લાખની ઘઉથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પણ સામેલ છે. આ મામેરું નાગૌરના રાયધનુ ગામના રહીશ ગણેશજીના પુત્ર શ્રી લક્ષ્મણજી ગોદારાની પત્ની ભંવરી દેવીનું ભરવામાં આવ્યું હતું. આ મામેરુના ખાસ વાત એ હતી કે ઢીગસરા ગામથી લઈને રાયધનુ ગામ સુધી બળદોને પણ સાથે લાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news