રાજસ્થાન CM ગેહલોતના નજીકના મિત્રોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કરોડોની રોકડ-જ્વેલેરી જપ્ત
રાજસ્થાન (Rajasthan)માં આવેલા રાજકીય ભૂકંપની વચ્ચે આવકવેરા વિભાગે (Income Tax) જયપુર, દિલ્હી અને મુંબઇમાં તાત્કાલીક દરોડા પાડી કરોડોની રોકડ અને જ્વેલેરી જપ્ત કરી છે. વિભાગે રાજીવ અરોરા, સુનીલ કોઠારી અને રતનકાંત શર્માને ત્યાં દરોડા પાડ્યા તે દરમિયાન 12 કરોડની રોડક અને 1.7 કરોડની જ્વેલેરી જપ્ત કરી છે. આ તમામ લોકો રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નજીકના મિત્રો જણાવવામાં આવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan)માં આવેલા રાજકીય ભૂકંપની વચ્ચે આવકવેરા વિભાગે (Income Tax) જયપુર, દિલ્હી અને મુંબઇમાં તાત્કાલીક દરોડા પાડી કરોડોની રોકડ અને જ્વેલેરી જપ્ત કરી છે. વિભાગે રાજીવ અરોરા, સુનીલ કોઠારી અને રતનકાંત શર્માને ત્યાં દરોડા પાડ્યા તે દરમિયાન 12 કરોડની રોડક અને 1.7 કરોડની જ્વેલેરી જપ્ત કરી છે. આ તમામ લોકો રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નજીકના મિત્રો જણાવવામાં આવી રહ્યાં છે.
વિભાગે ત્રણ આરોપીઓને આઇટી એક્ટ અંતર્ગત નોટિસ જાહેર કરી આગામી સપ્તાહ પૂછપરછ માટે બોલવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ત્રણેય વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર નાણાં અને આશરે 20 કરોડના રોકાણને લગતી માહિતી વિભાગને મળી હતી. ત્યારબાદ આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. વિભાગે જયપુરમાં 20 સ્થળોએ, કોટામાં 6 સ્થળોએ, દિલ્હીમાં 8 સ્થળોએ અને મુંબઇમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા છે, જ્યાંથી કરોડોનો માલ અને રોકડ રકમ કબજે કરવામાં આવી છે.
આ દરોડા દરમિયાન વિભાગને બનાવટી દસ્તાવેજો, ડાયરી, ડિજિટલ ડેટા, સંપત્તિમાં રોકાણ, રોકડ નાણાં, બુલિયન ટ્રેડિંગના પણ પુરાવા મળી આવ્યા છે. વિભાગને ગેરકાયદેસર નાણાંને યુકે, યુએસએ સહિત વિદેશમાં વિવિધ વ્યવસાયોના હોવાની શંકા છે. આ સાથે જ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ પણ આ કાર્યવાહીનો વિરોધ દર્શાવ્યો છે. તે જ સમયે, રણદીપસિંહ સુરજેવાલાએ પણ આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈને પણ ભાજપ માટે હિમાયત કરવા જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે