બાળકોના મોત પર સચિન પાયલોટનું ગેહલોત પર નિશાન- જવાબદારીથી ન બચી શકો

મુખ્યપ્રધાન અશોક ગેહલોત દ્વારા પાછલી સરકારની તુલનામાં ઓછા બાળકોના મોતના તર્કનો અસ્વીકાર કરતા તેમણે કહ્યું કે, અમે સરકારમાં આવ્યા તેના 13 મહિના થઈ ગયા છે. પાછલી સરકારને દોષ આપવાથી કામ ચાલશે નહીં. 

બાળકોના મોત પર સચિન પાયલોટનું ગેહલોત પર નિશાન- જવાબદારીથી ન બચી શકો

કોટાઃ કોટાની જેકે લોન હોસ્પિટલમાં એક મહિનામાં 100થી વધુ બાળકોના મોતના મામલામાં નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટે પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સ્વીકાર કર્યો કે, કોઈ ખામી રહી હશે. સાથે તે પણ કહ્યું કે, જવાબદારી નક્કી થવી જોઈએ. મુખ્યપ્રધાન અશોક ગેહલોત દ્વારા પાછલી સરકારની તુલનામાં ઓછા બાળકોના મોતના તર્કનો અસ્વીકાર કરતા તેમણે કહ્યું કે, અમે સરકારમાં આવ્યા તેના 13 મહિના થઈ ગયા છે. પાછલી સરકારને દોષ આપવાથી કામ ચાલશે નહીં. સરકારનું વલણ સંતોષજનક નથી. 100 બાળકોના મોત અને કેન્દ્રીય નેતૃત્વની નારાજગી બાદ નાયબ મુખ્યપ્રધાન શનિવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. 

સચિન પાયલોટે પ્રવાસ બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'અમારે આંકડાની જાળમાં ફસાવું નથી. આંકડાની જાળમાં અમે ચર્ચાને લઈ જઈએ તે એવા લોકોને સ્વીકાર્ય નથી, જેણે પોતાના બાળકોને ગુમાવ્યા છે. જે માતાએ પોતાના બાળકને પેટમાં 9 મહિના રાખ્યો હોય, તેનું મોત થાય તો તેનું દુખ તે જાણી શકે છે. અમારે લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે અમે આ પ્રકારની ઘટનાનો સ્વીકાર કરીશું નહીં. અમારે જવાબદારી નક્કી કરવી પડશે. જો આટલા બાળકનું મોત થયું હોય તો કોઈને કોઈ ખામી જરૂર રહી હશે.'

— ANI (@ANI) January 4, 2020

શું કહ્યું હતું અશોક ગેહલોતે?
પ્રદેશના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે, પ્રદેશની દરેક હોસ્પિટલમાં દરરોજ 3-4 બાળકોના મોત થાય છે. આ કોઈ નવી વાત નથી. તેમણે દાવો કર્યો હતો કે આ વર્ષે પાછલા 6 વર્ષના મુકાબલે ઓછા મોત થયા છે. તેમણે કહ્યું, 'એકપણ બાળકનું મોત દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ મોત 1400 થયા છે અને 1500 પણ. આ વર્ષે આશરે 900 બાળકોના મોત થયા છે.'

કોટા ન જવા પર શું બોલ્યા પ્રિયંકા ગાંધી
યૂપીમાં સીએએની વિરોધમાં પ્રદર્શન દરમિયાન હિંસામાં માર્યા ગયેલા લોકોના ઘરે પહોંચી રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી કોટા ન પહોંચવા પર વિપક્ષ સવાલ પૂછી રહ્યું છે. શનિવારે મીડિયાકર્મીઓએ જ્યારે પ્રિયંકાને સવાલ કર્યો તો તેમણે કહ્યું, તેણે (માયાવતી)એ નિકળવું જોઈએ. તેમણે જવું જોઈએ પીડિતોને મળતા. પ્રિયંકાએ કહ્યું કે, મેં ઘટનાની જાણકારી લીધી છે અને વધુ જાણકારી મેળવવા માટે ત્યાં કોંગ્રેસની એક ટીમ ગઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news