Bhangarh Fort: અત્યંત સુંદર પણ રહસ્યમય છે આ જગ્યા, સાંજે 6 વાગ્યા પછી પ્રવેશ પર પ્રતિબંધ, ખાસ જાણો
સ્થાનિકોનું કહવું છે કે તેમણે એક મહિલાના બૂમો પાડવાનો, બંગડી તોડવાનો અને રડવાનો અવાજ સાંભળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કિલ્લામાંથી સંગીતનો પણ અવાજ આવે છે અને ક્યારેક ક્યારેક પડછાયો પણ દેખાય છે. કેટલાક લોકોને તો એવું પણ લાગે છે કે જાણે કોઈ તેમનો પીછો કરી રહ્યા છે અને પાછળથી થપ્પડ મારે છે. વિચિત્ર વાસ પણ આવે છે.
Trending Photos
Bhangarh Fort: જો તમને રહસ્યમય જગ્યાઓ પર ઘૂમવાનો શોખ હોય તો રાજસ્થાનમાં આવેલા આ ભાણગઢના કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ કિલ્લો જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. કિલ્લો એટલો રહસ્યમય છે કે હજૂ પણ તેની પહેલી વણઉકેલાયેલી છે. કિલ્લા વિશે અનેક કહાનીઓ પણ પ્રચલિત બનેલી છે. દેશના સૌથી ભૂતિયા સ્થળ તરીકે તે જાણીતું છે.
અનેક કહાનીઓ છે પ્રચલિત
ભાણગઢના કિલ્લા સાથે અનેક રહસ્યમય કહાનીઓ જોડાયેલી છે. મોટાભાગે લોકોનું એવું માનવું છે કે કિલ્લો ભૂતિયો છે પણ આમ છતાં લોકોને કિલ્લો જોવાની તીવ્ર ઈચ્છા હોય છે. સ્થાનિક લોકોમાં સમ્રાટ માધો સિંહની કહાની ખુબ પ્રચલિત છે. જે મુજબ ગુરુ બાલુનાથની મંજૂરી મેળવ્યા બાદ તેમણે આ શહેરનું નિર્માણ કર્યું હતું. તેઓ એક તપસ્વી હતા અને ધ્યાનમાં રહેવું ગમતું હતું. સંતે શરતી મંજૂરી આપી હતી જે મુજબ મહેલનો પડછાયો તેમના પ્રાર્થનાસ્થળ પર પડવો જોઈએ નહીં નહીં તો મહેલ વેર વિખેર થઈ જશે. પણ જ્યારે મહેલ બન્યો તો તેનો પડછાયો સંતના પ્રાર્થના સ્થળ પર પડ્યો અને ભાણગઢ તે જ સમયે વેર વિખેર થઈ ગયું.
કિલ્લામાંથી આવે છે અવાજ?
સંતના ક્રોધ બાદ ભાણગઢ તરત એક શાપિત શહેરમાં ફેરવાયું અને પછી વસી શક્યું નહીં. કારણ કે તેમાં કોઈ પણ સંરચના ક્યારેય જીવિત રહી શકવામાં સફળ થઈ નહીં. ચોંકાવનારી વાત એ છે કે બાલુનાથનું તપસ્યા સ્થળ આજે પણ ખંડેર અવસ્થામાં જોઈ શકાય છે. જો કે વૈજ્ઞાનિકો ભાણગઢની આ કહાનીઓને માનતા નથી પરંતુ ગામના લોકો તો હજુ પણ કિલ્લાને ભૂતિયો જ ગણે છે. સ્થાનિકોનું કહવું છે કે તેમણે એક મહિલાના બૂમો પાડવાનો, બંગડી તોડવાનો અને રડવાનો અવાજ સાંભળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કિલ્લામાંથી સંગીતનો પણ અવાજ આવે છે અને ક્યારેક ક્યારેક પડછાયો પણ દેખાય છે. કેટલાક લોકોને તો એવું પણ લાગે છે કે જાણે કોઈ તેમનો પીછો કરી રહ્યા છે અને પાછળથી થપ્પડ મારે છે. વિચિત્ર વાસ પણ આવે છે.
સાંજે 6 વાગ્યા પછી પ્રવેશ નહીં!
ભાણગઢનો કિલ્લો સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે. ત્યારબાદ કિલ્લામાં પ્રવેશ મળતો નથી. ફરવા જવું હોય તો સૂર્યાસ્ત પહેલા જ કિલ્લાની મુલાકાત લઈ લેવી. કિલ્લાને પેરાનોર્મલ એક્ટિવિટીનું કેન્દ્ર માનવામાં આવે છે. આર્કિયોલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયાએ અહીં રાતે ફરવા પર પ્રતિબંધ લગાવેલો છે. જેને કારણે કિલ્લામાં રાતે કોઈ રોકાઈ શકતું નથી.
ભાણગઢ જવા માટે અલવર જવું પડે અને ત્યાંથી ટેક્સી લેવી પડે છે. ભાણગઢની આજુબાજુ કોઈ હોટલ કે રેસ્ટોરા નથી. જો કે રસ્તામાં તમને ઢાબાની સુવિધા જોવા મળશે. પરંતુ ઘરેથી પૂરતી વ્યવસ્થા કરીને નીકળવું વધુ સારું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે