Raj Thackeray Rally: ઔરંગાબાદ રેલીને લઈને રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ, લાઉડસ્પીકર પર આપ્યું હતું અલ્ટીમેટમ
MNS Chief Raj Thackeray: રાજ ઠાકરે પર સમુદાયો વચ્ચે દ્વેષ પેદા કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે પોલીસ રાજ ઠાકરે પર કાર્યવાહી કરી શકે છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસાના મુદ્દાને હવા આપનાર એમએનએસ ચીફ રાજ ઠાકરેની મુશ્કેલી વધી શકે છે. એક તરફ 2008ના એક કેસને લઈને તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે તો હવે ઔરંગાબાદમાં થયેલી રેલીને લઈને પણ રાજ ઠાકરે અને આયોજકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રેલીનું વીડિયો રેકોર્ડિંગ જોયા બાદ કેસ દાખલ
1 મેએ રાજ ઠાકરેએ પોતાના હજારો સમર્થકોની હાજરીમાં ઔરંગાબાદમાં મોટી રેલી હતી. મહારાષ્ટ્ર પોલીસે ઘણી શરતોની સાથે રેલીને મંજૂરી આપી હતી. પરંતુ આ રેલીને લઈને રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથે આયોજકોના નામ પણ એફઆઈઆરમાં દાખલ છે. જાણવા મળ્યું કે પોલીસે રેલીનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું, તેને જોયા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ડીજીબીએ કહી હતી કાર્યવાહીની વાત
આ પહેલા મહારાષ્ટ્ર પોલીસના ડીજીપી રજનીશ સેઠે આ મામલાને લઈને કહ્યુ હતુ કે ઔરંગાબાદ પોલીસ કમિશનર કથિત વિવાદિત ભાષણને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશે. તેમણે જણાવ્યું કે, 13 હજારથી વધુ લોકો વિરુદ્ધ સીઆરપીસીની કલમ 149 (કોગ્નિઝેબલ ગુનાઓનું નિવારણ) હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી છે. ઔરંગાબાદ પોલીસ કમિશનર ભાષણની તપાસ કરી રહ્યાં છે. તે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરશે.
આ કલમ હેઠળ કેસ દાખલ
રાજ ઠાકરે પર સમુદાયો વચ્ચે દ્રેષ પેદા કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. સાથે કલમ 116 અને 117 હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો ભારતીય દંડ સંહિતાની કલમ 153 હેઠળ પણ મામલો નોંધવામાં આવ્યો છે. આ પહેલાં રેલીને લઈને રાજ ઠાકરે અને એમએનએસ કાર્યકર્તાઓને પોલીસ તરફથી નોટિસ જાહેર કરવામાં આવી હતી. કલમ 149 હેઠળ મોકલેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે રેલીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
રેલીમાં રાજ ઠાકરેએ આપ્યું અલ્ટીમેટમ
1 મેએ ઔરંગાબાદની રેલીમાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે એનસીપી ચીફ શરદ પવારને નિશાન પર લીધા અને તેમને નાસ્તિક ગણાવ્યા હતા. આ સિવાય રાજ ઠાકરેએ ફરી અલ્ટીમેટમ આપતા કહ્યુ કે, કાલે બે મે છે, 3 મેએ ઈદ છે અને 4 મેએ અમે સાંભળીશું નહીં. જ્યાં-જ્યાં લાઉડસ્પીકર લાગેલા છે, ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઔરંગાબાદ સિવાય મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં આવી રેલીઓ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે