Train Accident: ટ્રેનથી અથડાઈને અનેક પશુઓના થયા મૃત્યુ, હવે રેલવેએ શોધી કાઢ્યો અકસ્માત ન થાય તેવો રસ્તો
Train Accident In India: રેલવે લાઈન પરથી પસાર થતા પશુઓ વારંવાર ટ્રેન સાથે અથડાતા મૃત્યુ થાય છે. આવા અકસ્માતમાં પશુઓનું મૃત્યુ તો થાય છે જ સાથે જ ટ્રેનને પણ ઘણુ નુકસાન થતું હોય છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ટ્રેન વંદે ભારતનો અનેક વખત પ્રાણીઓ સાથે અકસ્માત થયો છે. જેના કારણે પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા.
Trending Photos
Train Accident In India: રેલવે લાઈન પરથી પસાર થતા પશુઓ વારંવાર ટ્રેન સાથે અથડાતા મૃત્યુ થાય છે. આવા અકસ્માતમાં પશુઓનું મૃત્યુ તો થાય છે જ સાથે જ ટ્રેનને પણ ઘણુ નુકસાન થતું હોય છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ટ્રેન વંદે ભારતનો અનેક વખત પ્રાણીઓ સાથે અકસ્માત થયો છે. જેના કારણે પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ સાથે વંદે ભારત ટ્રેનને પણ ભારે નુકસાન થયું હતું. વંદે ભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટી જવાના કારણે તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. હવે આ તકલીફને દૂર કરવા માટે રેલવે મંત્રાલયે કામ શરૂ કર્યું છે.
ફેન્સિંગનું કામ શરૂ થઈ ગયું
રેલ્વે મંત્રાલયે પશુઓના કારણે અકસ્માત પછી હવે રસ્તો શોધી કાઢ્યો છે. મુંબઈથી અમદાવાદ સુધીના 622 કિલોમીટર લાંબા રૂટ પર મેટલ બીમ ફેન્સીંગ લગાવવામાં આવી રહ્યા છે. તેના માટે 245.26 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સારી વાત એ છે કે રેલવેએ કામ શરૂ કરી દિધું છે.
ટેન્ડર બહાર પાડ્યું, મેના અંત સુધી કામ થશે
મેટલ બીમ ફેન્સીંગ લગાવવા માટે રેલ્વે મંત્રાલયે તાજેતરમાં ટેન્ડર બહાર પાડ્યું છે. ટેન્ડર બહાર પડતાની સાથે જ ફેન્સીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેલવે મંત્રાલયનું કહેવું છે કે આઠ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. કામ સારી રીતે ચાલી રહ્યું છે. ફેન્સીંગનું કામ મેના અંત સુધીમાં પૂરુ થશે.
ટ્રેનથી અથડાઈને અનેક પશુઓના મૃત્યુ
મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 30 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 6થી વધુ પશુઓ ઝપેટમાં આવી ગયા છે. એટલુ જ નહીં પણ સામાન્ય લોકો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. જે સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ થયું હતું.
કેન્દ્ર સરકાર પણ આ અંગે પગલાં લેવા ગંભીર બની છે. રેલ્વે મંત્રાલયનું કહેવું છે કે આ પ્રકારની ફેન્સિંગનો ઉપયોગ હાઈવે અને એક્સપ્રેસ વેથી પ્રાણીઓને બચાવવા માટે કરવામાં આવે છે. તેનો હેતુ એ છે કે પ્રાણીઓ કે સામાન્ય લોકોને પણ અકસ્માતોથી બચાવી શકાય. રેલવેનું કહેવું છે કે જે ફેન્સિંગ લગાવવામાં આવી રહી છે તે મજબૂત અને જાડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે