રેલવે બજેટ 2019: મુસાફર ભાડા માટે નવી યોજના લાગુ કરાશે, કરોડોના ખર્ચે વિકાસ કરાશે
કેન્દ્રિય બજેટ 2019 લોકસભામાં રજૂ કરતાં શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના વિકાસની ધોરી નસ સમી રેલવેના વિકાસ પર પણ ભાર મુક્યો, તેમણે કહ્યું કે, 50 લાખ કરોડનું આ ક્ષેત્રે રોકાણ કરાશે અને મુસાફર ભાડા માટે નવી આદર્શ નીતિ અમલમાં લવાશે.
Trending Photos
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર કરવાની જરૂર છે. 2018થી 2030 વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 50 લાખ કરોડ રૂપિયાની જરૂરત પડશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલના આધારે રોકાણ કરવામાં આવશે. વિકાસના કામોમાં ઝડપ લાવવા માટે સરકાર પીપીપી મોડલ પર ભાર મુકી રહી છે. આ ઉપરાંત રેલવેમાં આદર્શ મુસાફરી ભાડા યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, 300 કિલોમીટર મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે.
Finance Minister Nirmala Sitharaman: Railway infrastructure would need an investment of Rs 50 lakh crores between 2018 and 2030. PPP to be used to unleash faster development and the delivery of passenger freight services. #Budget2019 https://t.co/kvLQfaMH59
— ANI (@ANI) July 5, 2019
નાણા મંત્રીએ કહ્યું કે, ભારતીય રેલવેની મેટ્રો અને લાંબા અંતરની સેવાવાળી નાના શહેરોમાં સારૂ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, 2022 ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ પુરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, નાના શહેરોમાં રેલ સેવા વધારવા માટે ભાર મુકવામાં આવશે. આદર્શ મુસાફર ભાડું યોજના અમલમાં લવાશે. ઝડપથી વિકાસ કરવા માટે રેલવેમાં વ્યક્તિગત ભાગીદારી વધારવામાં આવશે. તેમણે કહ્યું કે, વર્ષ 2018-19માં 300 કિલોમીટર મેટ્રોને મંજૂરી આપવામાં આવી છે.
બજેટ 2019-20 રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગજબ આત્મવિશ્વાસ દર્શાવ્યો છે. દેશની જનતાએ દેશના સૌથી મોટા લોકતંત્રનો ઉત્સવ મનાવ્યો હોવાનું ગણાવતાં મોદી સરકારની બમ્પર જીત પર જનતાનો આભાર માન્યો હતો. બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કહ્યું કે, મોદી સરકારે પાંચ વર્ષમાં દેશમાં વિકાસના અનેક રસ્તા ખોલ્યા છે. અનેક ક્ષેત્રે સિધ્ધિઓ મેળવી છે. દેશનો આર્થિક વિકાસ દર મજબૂત થઇ રહ્યો છે. દેશ આજે ન્યૂ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. સ્વદેશી મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. દેશ આજે ગગનયાન, ચંદ્રયાન અને સેટેલાઇટ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે