રેલવે બજેટ 2019: જાણો રેલવે બજેટની મુખ્ય 10 વાતો, શું છે ખાસ

કેન્દ્રિય બજેટ 2019 લોકસભામાં રજૂ કરતાં શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના વિકાસની ધોરી નસ સમી રેલવેના વિકાસ પર પણ ભાર મુક્યો, જાણો રેલવે બજેટ 2019 ની મુખ્ય 10 વાતો...

રેલવે બજેટ 2019: જાણો રેલવે બજેટની મુખ્ય 10 વાતો, શું છે ખાસ

નવી દિલ્હી: મોદી સરકાર 2.0 માટે પ્રથમ રેલવે બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલવે વિકાસ અને મુસાફરોની સુવિધા પર ભાર મુક્યો , તેમણે કહ્યું કે, રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર કરવાની જરૂર છે. 2018થી 2030 વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 50 લાખ કરોડ રૂપિયાની જરૂરત પડશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલના આધારે રોકાણ કરવામાં આવશે. વિકાસના કામોમાં ઝડપ લાવવા માટે સરકાર પીપીપી મોડલ પર ભાર મુકી રહી છે. આ ઉપરાંત રેલવેમાં આદર્શ મુસાફરી ભાડા યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, 300 કિલોમીટર મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. 

રેલવે બજેટ 2019ની મુખ્ય 10 વાતો...

રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધાર માટે આગામી 11 વર્ષ દરમિયાન 50 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે
રેલવેમાં આદર્શ મુસાફર ભાડા યોજના લાગુ કરવામાં આવશે
PPP મોડલ અનુસાર રેલવે અને મેટ્રોનો વિકાસ કરવામાં આવશે
300 કિલોમીટર મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી
ફ્રેઇટ કોરિડોર નિર્માણનું કામ 2022 સુધી પૂર્ણ કરવામાં આવશે
ભાડામાં કોઇ વધારા ઘટાડાની કોઇ જાહેરાત નહીં
દિલ્હી અને મેરઠ વચ્ચે રેપિડ રેલ ટ્રાન્જિટ કોરિડોરના કામમાં ઝડપ લવાશે.
તમામ અર્બન રેલવેના વિકાસ અને વિસ્તાર માટે SPV પર ભાર મુકાયો
સેમી હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટમાં ઝડપ લવાશે
ટ્રેન સમયસર ચાલે અને મુસાફરોને રાહ જોવી ન પડે એ મુદ્દે ભાર મુકાયો

નાણા મંત્રીએ કહ્યું કે, ભારતીય રેલવેની મેટ્રો અને લાંબા અંતરની સેવાવાળી નાના શહેરોમાં સારૂ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, 2022 ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ પુરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, નાના શહેરોમાં રેલ સેવા વધારવા માટે ભાર મુકવામાં આવશે. આદર્શ મુસાફર ભાડું યોજના અમલમાં લવાશે. ઝડપથી વિકાસ કરવા માટે રેલવેમાં વ્યક્તિગત ભાગીદારી વધારવામાં આવશે. તેમણે કહ્યું કે, વર્ષ 2018-19માં 300 કિલોમીટર મેટ્રોને મંજૂરી આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news