રાહુલ ગાંધીનો BJP-RSS પર હુમલો, કહ્યું- હિંદુ ધર્મ અને હિંદુત્વમાં ફરક છે
સલમાન ખુર્શીદના નવા પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા'ને લઇને BJP અને કોંગ્રેસમાં જંગ છેડાયેલી છે. પુસ્તકમાં હિદુત્વની તુલના બોકો હરમ અને ISIS સાથે કરતાં વિવાદ ચાલુ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: સલમાન ખુર્શીદના નવા પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા'ને લઇને BJP અને કોંગ્રેસમાં જંગ છેડાયેલી છે. પુસ્તકમાં હિદુત્વની તુલના બોકો હરમ અને ISIS સાથે કરતાં વિવાદ ચાલુ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં અત્યારે બે વિચારધારાઓ છે. એક આરએસએસની અને બીજી કોંગ્રેસની વિચારધારા. આરએસએસની નફરત ફેલાવવાની વિધારધારા જ્યારે કોંગ્રેસની વિચારધારા પ્રેમ કરવાની છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આરએસએસના આઇકોન સાવરકર છે જ્યારે કોંગ્રેસના આઇકોન મહાત્મા ગાંધી છે. તેમણે હિંદુત્વ અને હિંદુઇઝ્મ બંને અલગ-અલગ ગણાવી.
રાહુલ ગાંધીએ RSS પર નિશાન તાક્યું
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં બે વિચારધારાઓ છે. એક કોંગ્રેસ અને એક આરએસએસની. આરએસએસની વિચારધારા નફરત ફેલાવવાની છે જ્યારે કોંગ્રેસની પ્રેમની વિચારધારા છે. તેમણે કહ્યું કે વિચારધારાની અનિવાર્ય ટ્રેનિંગ હોવી જોઇએ. અમે અમારી વિચારધારા દેશભરમાં ફેલાવીશું. આજે બે વિચારધારાઓ વચ્ચેની લડાઇ છે. આજના ભારતમાં ભાજપ અને આરએસએસએ નફરત ફેલાવી છે.
કોંગ્રેસની વિચારધારા ભાઇચારાની: રાહુલ ગાંધી
કોંગ્રેસના ડિજિટલ કેમ્પેનના ઉદઘાટન કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું 'હિંદુસ્તાનમાં બે વિચારધારાઓ છે. એક કોંગ્રેસ પાર્ટીની અને એક આરએસએસની. આજના હિંદુસ્તાનમાં ભાજપ અને આરએસએસએ નફરત ફેલાવી છે અને કોંગ્રેસની વિચારધારા જોડવાની, ભાઇચારા અને પ્રેમની છે.
आज दो विचारधाराओं के बीच की लड़ाई है। आज के भारत में भाजपा और आरएसएस ने नफरत फैला दिया है।
~ श्री @RahulGandhi जी pic.twitter.com/6jnMk2LXiO
— UP Congress (@INCUttarPradesh) November 12, 2021
તેમણે કહ્યું કે 'હિંદુ ધર્મ અને હિંદુત્વમાં ફરક છે. જો તમે હિંદુ છો તો તમે હિંદુત્વની શું જરૂર છે. કબીર, ગુરૂ નાનક, મહાત્મા ગાંધી, ઘણા બધા લોકોએ તેને અપનાવી અને તેનો પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે અમે કોંગ્રેસની વિચારધારાને દેશના ખૂણા-ખૂણામાં લઇ જઇશું.
વિચારધારા પર બબાલ કેમ?
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ સલમાન ખુર્શીદ (Salman Khurshid) એ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને એક પુસ્તક લખ્યું છે. ખુર્શીદનું કહેવું છે કે તે દેશના નિર્ણયના કારણે અને હેતુને સમજવા માંગે છે.
સલમાન ખુર્શીદના પુસ્તકને લઇને ભાજપ હુમલાવર થઇ ગઇ. ગુરૂવારે ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ સલમાન ખુર્શીદ પર નિશાન સાધાતાં કહ્યું કે 'હિંદુત્વ વિરૂદ્ધ કોંગ્રેસનું આ મોટું કાવતરું છે અને તેમની વિચારધારા હિંદુઓ વિરૂદ્ધ છે. આ ફ્કત હિંદુઓની ભાવનાઓની નહી. ભારતની આત્માને પણ ઠેસ પહોંચાડે છે. કોંગ્રેસ પાર્ટી એક કરોળિયાની માફક હિંદુઓ વિરૂદ્ધ નફરતની જાળ પાથરે છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે સલમાન ખુર્શીદ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે