માનસરોવર યાત્રાને લઇ રાહુલે કર્યું ટ્વિટ, લખ્યું- ‘જેને બોલાવવામાં આવે છે તે જ જઇ શકે છે’

રાહુલ ગાંધીએ ટ્વિટ પર કહ્યું, ‘જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે જ કોઇ વ્યક્તિ કૈલાશ જઇ શકે છે. હું આ વાતથી ખુબ પ્રસન્ન છું કે મને આ અવસર મળ્યો અને આ સુંદર યાત્રામાં જે જોઇશ તે તમારી સાથે શેર કરી શકીશ.’

માનસરોવર યાત્રાને લઇ રાહુલે કર્યું ટ્વિટ, લખ્યું- ‘જેને બોલાવવામાં આવે છે તે જ જઇ શકે છે’

નવી દિલ્હી: કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. તેમણે ત્યાંની તસવીરો શેર કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ધાર્મિક યાત્રા પર તે જ વ્યક્તિ જઇ શકે છે, જેને બોલાવવામાં આવે છે. તેમણે એ પણ કર્યું કે આ યાત્રા કરવાનો મને અવસર મળતા હું ખુબજ ખુશ છું. રાહુલ ગાંધીએ ટ્વિટ પર કહ્યું, ‘જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે જ કોઇ વ્યક્તિ કૈલાશ જઇ શકે છે. હું આ વાતથી ખુબ પ્રસન્ન છું કે મને આ અવસર મળ્યો અને આ સુંદર યાત્રામાં જે જોઇશ તે તમારી સાથે શેર કરી શકીશ.’ તેઓ ગત 31 ઓગસ્ટે આ યાત્રા માટે નેપાળ રવાના થયા હતા. જ્યાં તેમણે કૈલાસ માટે પ્રસ્થાન કર્યું હતું. દિલ્હીથી નેપાળ માટે રવાના થવા પર રાહુલે ટ્વિટ કર્યું કહ્યું હતું કે, ‘‘ॐ असतो मा सद्गमय. तमसो मा ज्योतिर्गमय. मृत्योर्मामृतम् गमय. ॐ शान्ति: शान्ति: शान्ति:॥’’

— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2018

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કૈલાસ માનસરોવર યાત્રા માટે શનિવારે અહીંયાથી લ્હાસા માટે રવાના થયા હતા. નેપાલી મીડિયાની રિપોર્ટ અનુસાર ગાંધી ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર બપોરે એક વાગે રવાના થયા હતા. 26 એપ્રિલે કર્નાટકની યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષના વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે વિમાન ડાબી બાજુ ઝડપીથી નમી ગયું અને ઝડપીથી નીચે આવવા લાગ્યું હતું, જોકે ત્યારબાદ વિમાન પર કાબુ મેળવી અને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યું હતું. તેના ત્રણ દિવસ પછી 29 એપ્રિલે રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રામાં જવાની જાહેરાત કરી હતી.

— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2018

રાહુલની માનસરોવર યાત્રા પર અનુરાગ ઠાકુરે ઉઠાવ્યો સવાલ
બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર પર કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યના ફેસબુક પોસ્ટની નિંદા કરતા રાહુલ ગાંધીનું ધ્યાન તેમાં પ્રદર્શિત ‘‘હિન્દુ વિરોધી’’ ભાવનાઓની તરફ આકર્ષિત કર્યું હતું. કાંગડા જિલ્લાના જવાલીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય નીરજ ભારતીએ તેમના પોસ્ટમાં ભગવાન કૃષ્ણના જીવન સાથે જોડાયેલી વાર્તાનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે યમુનામાં ગોપીઓને નાહતા જોઇ રહ્યા હતા. ભારતીએ આ સાથે સવાલ કર્યો, ‘‘શું આજ તેનો જન્મદિવસ છે?’’ ગાંધીની કૈલાસ માનસરોવર યાત્રાને સ્વાંગ કરાર જણાવતા સાંસદમાં ભાજપના મુખ્ય દંડકે કહ્યું, ‘‘તમારા સંરક્ષણમાં આ રીતની આપત્તિજનક પોસ્ટ લોકોની ધાર્મિક ભાવનાઓ પર હુમલો છે.’’

ઠાકુરે તેમના ટ્વિટની સાથે બે તસવીરો પણ લગાવી હતી જેમાં ભારતીને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની સાથે જોવા મળી રહી હતી. હમીરપુરના સાંસદ સદસ્યએ કહ્યું કે કૃષ્ણ પર ભારતીના વિવાદિત પોસ્ટ કોંગ્રેસની ‘‘હિન્દુ વિરોધી’’ માનસિકતા દર્શાવે છે. બીજેપી નેતાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે આ પહેલા રામ સેતુ મુદ્દા પર પોતાની રાય દ્વારા તેમની ‘‘હિન્દુ વિરોધી’’ માનસિકતા દર્શાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news