રાહુલ ગાંધીએ કેરળના BJP નેતાની મદદ માટે કંઈક એવું કર્યું કે કોંગ્રેસમાં હડકંપ મચી ગયો
કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી. રાહુલ ગાંધીના આ પગલાથી કેરળ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસે તેના પર તપાસ કરવાની વાત કરી છે.
Trending Photos
તિરુવનંતપુરમ: કેરળ(Kerala) ના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભાજપના નેતાના પુત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી. રાહુલ ગાંધીના આ પગલાંથી કેરળ કોંગ્રેસ (Congress) માં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસે તેના પર તપાસ કરવાની વાત કરી છે.
કહેવાય છે કે રાહુલ ગાંધીના આ પગલાં પર કોંગ્રેસ પાર્ટી એ વાતની તપાસ કરવાની વાત કરી રહી છે કે રાહુલ ગાંધીએ કેવી રીતે એક ભાજપના નેતાના પુત્રના નામ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી નાખી. કોંગ્રેસ પાર્ટીના નેતાએ આ વાત જણાવી. કોંગ્રેસ વિધાયક આઈસી બાલાકૃષ્ણને વાતચીતમાં કહ્યું કે પાર્ટીના કાર્યકરો ગુસ્સામાં છે અને તેમણે પાર્ટીને આ અંગે ફરિયાદ પણ કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે "જે રીતે ફરિયાદ સામે આવી છે, અમે યોગ્ય પગલું ભરીને તપાસ બેસાડી. તપાસ થઈ રહી છે કે આખરે આ કેવી રીતે બન્યું? તપાસ ખતમ થયા બાદ અમે આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સામે ઉઠાવીશું." કેન્દ્રીય વિદ્યાલયના નિયમો મુજબ, લોકસભા સાંસદ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે દર વર્ષે નિર્ધારિત સંખ્યામાં નામોની ભલામણ કરી શકે છે.અત્રે જણાવવાનું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે