ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ કોરોનાને કારણે પથારીએ, અભય ભારદ્વાજની તબિયત વધુ કથળી

ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ કોરોનાને કારણે પથારીએ, અભય ભારદ્વાજની તબિયત વધુ કથળી
  • ગઈકાલે કેબિંનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના પોઝિટિવ હોવાનું તેઓએ ખુદ જાહેર કર્યું 
  • જામનગર ગ્રામ્યનાં ભાજપાના ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા
  • સુરતમાં ભાજપના બે કોર્પોરેટરને કોરોના નીકળ્યો

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યમાં હાલ ભાજપના અનેક નેતાઓ કોરોનાને કારણે પથારીએ છે. એક પછી એક ભાજપના નેતાઓમા કોરોનાના રાફડો (Gujarat Fights Covid19) ફાટ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અનેક નેતાઓને મળી ચૂકેલ મુખ્યમત્રી વિજય રૂપાણી (vijay rupani) એ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, તે નેગેટિવ આવતા મોટી રાહત થઈ છે. પરંતુ કોરોનાને કારણે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ (abhay bharadwaj) ની તબિયત વધુ કથળી હોવાનું સામે આવ્યુ છે. 

રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક હોવાનુ જાણવા મળ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે. ગઇકાલે રાત્રિના ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
 છે. 31 ઓગસ્ટના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે તેમનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. 

આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? વાલીઓને સતાવતા પ્રશ્નનો આખરે સરકારે આપ્યો જવાબ

તો ગઈકાલે કેબિંનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના પોઝિટિવ હોવાનું તેઓએ ખુદ જાહેર કર્યું હતું. ગઇકાલે ગાંધીનગરમા યોજાયેલી બુધવારની કેબિનેટ બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતાં. જેના બાદ તેઓને પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જોકે, સામાન્ય લક્ષણો જણાતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે. 

તો બીજી તરફ, ગઈકાલે ભાજપનાં વધું એક ધારાસભ્ય કોરોના સંક્રમિત હોવાનું ખૂલ્યું હતું. જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેઓને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે.  

તો આ સાથે જ, સુરતમા પણ ભાજપના વધુ ને વધુ નેતા કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. સરતમાં ભાજપના બે કોર્પોરેટરને કોરોના નીકળ્યો છે. કોર્પોરેટર અમિત રાજપૂત અને મુકેશ દલાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્નેને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news