Rahul Gandhi નો મોદી સરકાર પર પ્રહાર, આખરે રોડ-પોર્ટ, એરપોર્ટ બધુ અદાણીનું કેવી રીતે?
Rahul Gandhi On Gautam Adani: સંસદનું બજેટ સત્ર ચાલુ છે. આજે કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ મુદ્દે મોદી સરકાર પર લોકસભામાં આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે હિમાચલમાં સફરજનની વાત થાય તો અદાણીજી, કાશ્મીરમાં સફરજનની વાત થાય તો અદાણીજી, એરપોર્ટની વાત થાય તો અદાણીજી, રસ્તા પર ચાલી રહ્યા હોવ તો અદાણીજી, તેઓ આટલા બિઝનેસમાં કેવી રીતે ઘૂસી ગયા.
Trending Photos
Rahul Gandhi On Gautam Adani: સંસદનું બજેટ સત્ર ચાલુ છે. આજે કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ મુદ્દે મોદી સરકાર પર લોકસભામાં આકરા પ્રહાર કર્યા. લોકસભામાં ગરજતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને અનેક સવાલ કર્યા. લોકસભા સ્પીકર તેમને વારંવાર કહેતા રહ્યા કે સંયમ વર્તો. રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિ અભિભાષણમાં અનેક યોજનાઓ વિશે બોલ્યા. પરંતુ અગ્નિવીર વિશે ફક્ત એક જ વાર બોલ્યા. તેમાં રોજગારી અને મોંઘવારીના શબ્દ નહતા. જનતા કઈક બીજુ કહે છે પરંતુ રાષ્ટ્રપતિના અભિભાષણમાં કઈ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે કેરળ, તામિલનાડુ, અને સમગ્ર હિન્દુસ્તાનમાં તમામ જગ્યાએ બસ એક જ નામ સાંભળવા મળ્યું અને તે હતું અદાણી. આ નામ વિશે જ્યારે લોકો મને પૂછતા હતા તો બે-ત્રણ સવાલ પૂછતા હતા, આ જે અદાણી હતા, તેઓ કોઈ પણ બિઝનેસમાં ઘૂસી જતા અને સફળતા મેળવે છે, આમ કેવી રીતે થાય છે. યુવાઓ પણ મને પૂછતા હતા કે અમે પણ જાણવા માંગીએ છીએ કે તેઓ આટલા સફળ કેવી રીતે થઈ રહ્યા છે.
ત્યારબાદ તેઓ પૂછતા હતા કે આ અદાણી છે. તેઓ 8થી 10 બિઝનેસમાં કામ કરે છે. સીમેન્ટ, પોર્ટ, એનર્જી, અને અનેક લોકો પૂછતા હતા કે અદાણીની જે નેટવર્થ છે 2014થી 2022માં આટલી વધુ આગળ કેવી રીતે વધી. 8 બિલિયનથી 108 બિલિયન કેવી રીતે પહોંચી ગઈ. 2014માં તેઓ 609 નંબર પર હતા. હિમાચલમાં જ્યારે સફરજનની વાત થાય ત્યારે અદાણીજી, કાશ્મીરમાં સફરજનની વાત થાય તો અદાણીજી, એરપોર્ટની વાત થાય તો અદાણીજી, રસ્તા પર ચાલી રહ્યા હોવ તો અદાણીજી, તેઓ આટલા બિઝનેસમાં કેવી રીતે ઘૂસી ગયા અને કેવી રીતે સફળ થઈ રહ્યા છે અને આ સાથે જ તેમનો હિન્દુસ્તાનના પીએમ સાથે શું સંબધ છે.
અદાણી વિશે હું થોડું જણાવી દઉ છું...
રાહુલ ગાંધીએ કહ્યું કે મે વિચાર્યું કે આજના રાષ્ટ્રપતિના અભિભાષણમાં પીએમ મોદી અને ગૌતમ અદાણીના સંબંધ વિશે થોડું જણાવી દઉ છું. બંનેના સંબંધ ઘણા સમય પહેલા શરૂ થયા, જ્યારે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બંને ખભાથી ખભો મેળવીને ચાલતા હતા. તેઓ મોદીને ગુજરાત વિશે આઈડિયા આપતા હતા.
વાઈબ્રન્ટ ગુજરાતથી શરૂ થયો ખેલ
તેમણે કહ્યું કે જો તમે બિઝનેસ મેનને સાથે લેશો તો તમે વાઈબ્રન્ટ ગુજરાત કરી શકો છો અને તેનાથી પ્રદેશ પણ આગળ વધશે. ત્યારથી બધો ખેલ શરૂ થયો. 2014માં મોદીજી દિલ્હી આવે છે અને અસલ ખેલ અહીંથી શરૂ થાય છે. 2016માં તેઓ 609 નંબર પર હતા અને ગણતરીના વર્ષોમાં બીજા નંબર પર આવી ગયા. થોડા વર્ષો પહેલા સરકારે હિન્દુસ્તાના એરપોર્ટને ડેવલપ કરવા માટે તે સમયનો રૂલ હતો કે જેને કોઈ પણ એરપોર્ટ બનાવવાનો અનુભવ ન હોય તેઓ એરપોર્ટ બનાવી શકે નહીં.
નિયમમાં ફેરફાર
જો કોઈ એરપોર્ટ બિઝનેસમાં ન હતું તો તે એરપોર્ટ લઈ શકે નહીં. આ નિયમને હિન્દુસ્તાનની સરકારે બદલ્યો. નિયમ કોણે બનાવ્યો તે મહત્વપૂર્ણ નથી પરંતુ તેને બદલ્યો તે મહત્વપૂર્ણ છે. તે સમયે મીડિયામાં આ અંગે ચર્ચા થઈ હતી અને અદાણીજીને 6 એરપોર્ટ આપવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે