'હર ઘર તિરંગા' મુહિમ પર રાજકારણ, રાહુલ ગાંધીએ નામ લીધા વગર RSS ને ગણાવ્યું 'દેશદ્રોહી સંગઠન'

Rahul Gandhi Targets RSS and BJP: હર ઘર તિરંગા અભિયાન પર વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને દેશદ્રોહી સંગઠન ગણાવતા નવેસરથી વિવાદ ઊભો થયો છે. અત્રે જણાવવાનું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. ભાજપ અને કેન્દ્ર સરકાર તરફથી દેશમાં તે માટે દરેક ઘરે તિરંગો લહેરાવવાના અભિયાનની શરૂઆતની જાહેરાત કરાઈ છે.

'હર ઘર તિરંગા' મુહિમ પર રાજકારણ, રાહુલ ગાંધીએ નામ લીધા વગર RSS ને ગણાવ્યું 'દેશદ્રોહી સંગઠન'

Rahul Gandhi Targets RSS and BJP: હર ઘર તિરંગા અભિયાન પર વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને દેશદ્રોહી સંગઠન ગણાવતા નવેસરથી વિવાદ ઊભો થયો છે. અત્રે જણાવવાનું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. ભાજપ અને કેન્દ્ર સરકાર તરફથી દેશમાં તે માટે દરેક ઘરે તિરંગો લહેરાવવાના અભિયાનની શરૂઆતની જાહેરાત કરાઈ છે. પીએમ મોદી સહિત અન્ય બીજેપી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપી ચેન્જ કરીને તિરંગો મૂકયો છે. આ બધા વચ્ચે રાહુલ ગાંઘી ગઈ કાલે કર્ણાટક પ્રવાસે હતા. અહીં તેમણે હર ઘર તિરંગા અભિયાનને લઈને  ભાજપ તથા આરએસએસ પર નિશાન સાધ્યું છે. 

શું લખ્યું છે ટ્વિટમાં?
રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક પ્રવાસ દરમિયાન કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના કર્મચારીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી જેમાં લખ્યું છે કે 'કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખુબ આનંદ થયો. ઈતિહાસ સાક્ષી છે કે હર ઘર તિરંગ મુહીમ ચલાવનારા, એ દેશદ્રોહી સંગઠનમાંથી નીકળ્યા છે, જેમણે 52 વર્ષ સુધી તિરંગો ફરકાવ્યો નથી. આઝાદીની લડતથી, તેઓ કોંગ્રેસ પાર્ટીને ત્યારે પણ રોકી ન શક્યા અને આજે પણ રોકી શકશે નહીં.'

इतिहास गवाह है, 'हर घर तिरंगा' मुहीम चलाने वाले, उस देशद्रोही संगठन से निकले हैं, जिन्होंने 52 सालों तक तिरंगा नहीं फहराया।

आज़ादी की लड़ाई से, ये कांग्रेस पार्टी को तब भी नहीं रोक पाए और आज भी नहीं रोक पाएंगे। pic.twitter.com/tp2fjLki75

— Rahul Gandhi (@RahulGandhi) August 3, 2022

શ્રી મરુધા મઠની લીધી મુલાકાત
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક પ્રવાસ દરમિયાન ચિત્રદુર્ગમાં શ્રી મુરુધા મઠની પણ મુલાકાત કરી. આ મઠનું લિંગાયત સમુદાયમાં મોટું મહત્વ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ઈષ્ટલિંગ અને શિવયોગ વિશે વિસ્તૃત માહિતી ઈચ્છે છે. તેમણે કહ્યું કે  'હું છેલ્લા કેટલાક સમયથી બસવન્ના જીને ફોલો કરી રહ્યો છું અને તેમને વાંચી રહ્યો છું. તેથી અહીં આવવુ મારા માટે વાસ્તવિક સન્માનની વાત છે. મારી એક વિનંતી છે, જો તમે મારી પાસે કોઈ એક એવા વ્યક્તિને મોકલી શકો છો જે મને ઇષ્ટલિંગ અને શિવયોગ વિશે વિસ્તારથી જણાવી શકે, તો મને લગભગ તેનાથી ફાયદો થશે.' આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિત્રદુર્ગમાં શ્રી મરૂધા મઠના દ્રષ્ટા ડો. શ્રી શિવમૂર્તિ મુરૂધ શરણારૂ પાસે લિંગ દીક્ષા ગ્રહણ કરી. સામાન્ય રીતે લિંગાયત સમુદાયના લોકો ક્રિસ્ટલથી બનેલ ઇષ્ટલિંગ પહેરીને આ અનુષ્ઠાનને કરે છે.

બસવન્ના કોણ હતા?
રાહુલે બસવન્નાનો ઉલ્લેખ કર્યો. પરંતુ શું તમે જાણો છો કે બસવન્ના કોણ હતા? બસવન્નાને બસવ પણ કહેવામાં આવે છે. તે 12મી સદીના એક મહાન સમાજ સુધારક હતા. સમાજ સુધારક હોવા સિવાય એક દાર્શનિક, કવિ તથા શિવ ભક્ત હતા. તેણમે લિંગાયત ધર્મની સ્થાપના કરી હતી. આ ધર્મમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. નોંધનીય છે કે લિંગાયત અને વીરશૈવ કર્ણાટકના બે મોટા સમુદાય છે. તેવામાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું આ મઠ જવુ ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે શ્રી મરૂધા મઠ લિંગાયત સમુદાય માટે એક મહત્વનું ધાર્મિક સ્થળ છે. 

વધુ વિગતો માટે જુઓ Video

શું છે ઇષ્ટલિંગ?
ઇષ્ટલિંગ સામાન્ય રીતે ગળામાં પહેરાતા ભગવાન શિવલિંગને કહે છે. લિંગાયત ધર્મના અનુયાયી હંમેશા હારની સાથે ઇષ્ટલિંગ ધારણ કરે છે. તે હળવા ભૂરા રંગના સ્લેટના પથ્થરથી બનેલું હોય છે. ઇષ્ટલિંગ પહેરનાર ભગવાન શિવની આરાધના કરે છે. ઇષ્ટલિંગને ગળામાં પહેરી શકાય છે અને તે એક જગ્યા પર સ્થિત નથી હોતું. કહેવાય છે કે જ્યારે પણ કોઈ લિંગાયતે પૂજા કરવાની હોય તો તે પોગાના ગળાના આ શિવલિંગને પોતાની હથેળી પર રાખી પ્રાર્થના કરે છે. 

શું છે શિવયોગ?
શિવયોગ એક દિવ્ય યોગ છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં આ યોગ બને તો તેને ઘણા લાભ થાય છે. આ એક દુર્લભ યોગ છે જે ત્યારે થાય છે જ્યારે નવમ ભાવનો સ્વામી દશમ ભાવમાં અને દશમ ભાવનો સ્વામી પંચમ ભાવમાં હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news