Corona cirsis: રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- બે લાખથી વધુ મોત અને જવાબદારી ઝીરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે એકવાર ફરી કોરોના પ્રકોપને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. 

Corona cirsis: રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- બે લાખથી વધુ મોત અને જવાબદારી ઝીરો

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે એકવાર ફરી કોરોના પ્રકોપને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા કટાક્ષ કરતા કહ્યુ કે, બે લાખથી વધુ લોકોના મોત થયા છે અને જવાબદારી ઝીરો. તેમણે કહ્યુ કે, કરી દીધાને સિસ્ટમે 'આત્મનિર્ભર.'

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, 'કોવિડની બીજી લહેરનું ચોથુ અઠવાડિયુ. 2 લાખથી વધુ મૃતક અને જવાબદારી ઝીરો. કરી લીધાને સિસ્ટમે આત્મનિર્ભર.'

कर दिया सिस्टम ने ‘आत्मनिर्भर’!

— Rahul Gandhi (@RahulGandhi) April 30, 2021

તમને જણાવી દઈએ કે તેના એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક કવિતાના શબ્દો ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. 

जो भरा नहीं है भावों से,
जो दर्द सुनने को तैयार नहीं,
वह हृदय नहीं है पत्थर है,
जिस ‘सिस्टम’ को जन से प्यार नहीं!

કોરોનાના આંકડા
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 386,452 નવા કેસ આવ્યા અને 3498 સંક્રમિતોના મૃત્યુ થયા છે. આ સાથે 2,97,540 લોકો કોરોનાથી સાજા થયા છે. બુધવારે ભારતમાં  379,257 નવા કેસ આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news