માત્ર એક અંગ્રેજે જોયો હતો રાણી લક્ષ્મીબાઈનો ચહેરો, અને ક્યારેય ભૂલી ન શક્યો
Trending Photos
- તેમના સૌથી મોટા દુશ્મન અંગ્રેજોને ક્યારેય તેમનો ચહેરો જોવા મળ્યો ન હતો. ન તો યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા બાદ તેઓને માત્ર રાણી લક્ષ્મીબાઈનું શરીર જ મળ્યું હતું
ઝી મીડિયા/બ્યૂરો :19 નવેમ્બરની તારીખ ન માત્ર ઝાંસી અને બનારસ, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ તારીખ છે. કેમ કે, આ દિવસ ઈતિહામાં મહિલા સશક્તિકરણની મિસાલ રાણી લક્ષ્મીબાઈ (rani laxmibai) નો જન્મ થયો હતો. જેમની વીરતાના કિસ્સા ભારતીયોના દિલમાં જ નહિ, અંગ્રેજોના પુસ્તકોમાં પણ લખાયેલા છે. ક્વીન ઓફ ઝાંસીનું રિયલ નામ મણિકર્ણિકા હતું. 18 વર્ષની ઉંમરમાં વિધવા થયેલ રાણીએ જે રીતે હિંમત અને સાહસ બતાવ્યું, તે મહિલાઓના દરેક કાળમાં સબક તરીકે છે.
બહુ જ સુંદર હતા રાણી લક્ષ્મીબાઈ
1857 ની ક્રાંતિના નાયકોમાં સામેલ રાણી લક્ષ્મીબાઈનું યુદ્ધ કૌશલ એટલુ જબરદસ્ત હતું. તેવી જ તેમની સુંદરતા હતા. જોકે, તેમને જોવાનું સૌભાગ્ય દરેક કોઈને નસીબ ન હતું. ખાસ કરીન તેમના સૌથી મોટા દુશ્મન અંગ્રેજોને ક્યારેય તેમનો ચહેરો જોવા મળ્યો ન હતો. ન તો યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા બાદ તેઓને માત્ર રાણી લક્ષ્મીબાઈનું શરીર જ મળ્યું હતું. તેમ છતાં એક અંગ્રેજ એવા હતા, જેઓને રાણી લક્ષ્મીબાઈએ ખુદ બોલાવ્યા અને તેને માત્ર આ એક અંગ્રેજ લક્ષ્મીબાઈને જોઈ શક્યા હતા.
આ પણ વાંચો : વડોદરા અકસ્માતમાં માર્યા ગયેલા પાંચ લોકોની રાજુલામાં એકસાથે અંતિમયાત્રા નીકળી
જ્હોન લેંગે ધોખાથી જોયો હતો રાનીનો ચહેરો
જ્યારે અંગ્રેજોએ ઝાંસીના રાજાના મોત બાદ ડોક્ટ્રિન ઓફ લૈપ્સને માનવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ તે સમયે બહુ જ ફેમસ ઓસ્ટ્રેલિયન વકીલ જ્હોનો લેંગની મદદ લીધી હતી. તેઓએ જ્હોન લેંગને આગ્રાથી બોલાવ્યા હતા અન તે સમયે પોતાનો કેસ લડવા માટે નિયુક્ત કર્યા હતા. આ દરમિયાન જ્હોન લેંગે ધોખાથી રાણીનો ચહેરો જોઈ લીધો હતો. તેઓએ પોતાના પુસ્તક વન્ડરિંગ ઓફ ઈન્ડિયામાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી
એક અંગ્રેજે રાનીનો દુર્ગાવતાર જોયો હતો
અંગ્રેજો તરફથી કેપ્ટન રોડ્રિક બ્રિગ્સ પહેલા શખ્સ હતા, જેણે રાણી લક્ષ્મીબાઈને પોતાની આંખોથી લડાઈના મેદાનમાં લડતા જોયા હતા. તે સમયે રાણી લક્ષ્મીબાઈએ ઘોડાની રસી પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથથી તલવાર ચલાવી રહ્યા હતા અને એકસાથે બંને તરફથી દુશ્મન પર વાર કરી રહ્યા હતા. જ્હોન હેનરી સિલ્વેસ્ટરે પોતાના પુસ્તક રિકલેક્શન ઓફ ધ કેમ્પેઈન ઈન માલવા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયામાં લખ્યું કે, અચાનક રાણી જોરથી બરાડ્યા હતા કે મારી પાછળ આવો. તેઓ લડાઈના મેદાનમાં એટલી તેજીથી હટી ગયા કે, અંગ્રેજ સૈનિકો પણ તે સમજી શકવામાં અસક્ષમ બન્યા હતા. જેથી રોડ્રિકે પોતાના સાથીઓને બરાડા પાડીને કહ્યું કે, ધેટ્સ ધ રાની ઓફ ઝાંસી.
સુંદર ચહેરો, પણ અવાજ કડક
જ્હોન લેંગે રાણીના વખાણ કરતા લખ્યું હતું કે, જો ગર્વનર જરનલ પણ તેઓને જોવાનું સૌભાગ્ય મેળવી શક્યા હોત તો હું વિશ્વાસની સાથે કહું છુ કે તેઓ એટલી સુંદર હતા કે, રાણીને ઝાંસી પરત આપી દેત. તે સમયે રાણી લક્ષ્મીબાઈએ બહુ જ સાદગીથી જ્હોન લેંગના કોમ્પ્લીમેન્ટ્સ સ્વીકાર્યા હતા. જ્હોન લેંગે વધુ લખ્યું છે કે, તેઓ સામાન્ય કદકાઢી ધરાવતા હતા. તેમનો ચહેરો ગોળ હતો. આંખો બહુ જ સુંદર હતી અને નાક નાનું હતું. રંગ ન તો ગોરો હતો, ન તો સાંવળો હતો. તેઓએ સફેદ મલમલની સાડી પહેરી હતી અને શરીર પર સોનાની બુટ્ટી ઉપરાંત બીજા કોઈ દાગીના પહેર્યા ન હતા. તેઓ આકર્ષક હીત, પરંતુ તેમનો અવાજ કડક હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે