CM ભગવંત માન સિદ્ધુ મૂસેવાલાના ગામ પહોંચ્યા, પરિવાર સાથે કરી મુલાકાત, AAP MLA નો થયો હતો ખુબ વિરોધ

લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યા બાદ પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજકીય ગરમાવા વચ્ચે લોકોમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપર પણ આક્રોશ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરુપ્રીત સિંહ બનાવાલી આજે સવારે મૂસેવાલાના પૈતૃક ગામ માનસાના મૂસા ખાતે તેમના પરિવારને મળવા માટે પહોંચ્યા તો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.

CM ભગવંત માન સિદ્ધુ મૂસેવાલાના ગામ પહોંચ્યા, પરિવાર સાથે કરી મુલાકાત, AAP MLA નો થયો હતો ખુબ વિરોધ

લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યા બાદ પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજકીય ગરમાવા વચ્ચે લોકોમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપર પણ આક્રોશ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરુપ્રીત સિંહ બનાવાલી આજે સવારે મૂસેવાલાના પૈતૃક ગામ માનસાના મૂસા ખાતે તેમના પરિવારને મળવા માટે પહોંચ્યા તો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. ગ્રામીણોએ મુખ્યમંત્રી ભગવંત માન વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. જો કે આ બધા વચ્ચે સીએમ ભગવંત માન હાલ સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળવા માટે માનસા પહોંચી ગયા છે. 

સીએમ પહોંચ્યા પરિજનોને મળવા
પંજાબના સીએમ ભગવંત માન સિંગર સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળવા માટે માનસા પહોંચ્યા. સીએમના કાર્યક્રમના પગલે ગામમાં ભારે સંખ્યામાં ફોર્સ તૈનાત કરાઈ છે. હત્યાના પગલે ગ્રામીણોમાં ખુબ આક્રોશ છે. મુલાકાતમાં મૂસેવાલાના પરિવારે પોતાનું દુ:ખ તો જણાવ્યું જ સાથે સાથે ગ્રામીણોને જે સમસ્યા પડી રહી છે તે પણ વાત કરી. તેમણે  કહ્યું કે માનસાના લોકો પાસે મૂળભૂત સુવિધાઓ પણ નથી. કેન્સર ઈન્સ્ટિટ્યૂટ બનવી જોઈએ. સિદ્ધુ અહીં પહેલીવાર બસ લાવ્યો હતો કારણ કે અહીં સીધી બસ પણ આવતી નથી. 

Sidhu Moose Wala was killed by unknown assailants in Mansa district on 29th May pic.twitter.com/ZwUnHPW9X6

— ANI (@ANI) June 3, 2022

આપ વિધાયકનો વિરોધ
સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કારણે ગામવાળાઓમાં ખુબ રોષ છે. જેના પગલે આજે સવારે ગ્રામીણોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત સિંહ બનાવાલીનો ખુબ વિરોધ કર્યો. તેમણે વીલા મોઢે પાછા ફરવું પડ્યું. ગ્રામીણોએ સીએમ ભગવંત માન વિરુદ્ધ પણ નારેબાજી કરી. 

અત્રે જણાવવાનું કે શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ, હરસિમરત કૌર બાદલ, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ઘટના બાદ સિદ્ધુ મૂસેવાલાના પરિવાને મળ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્મા, સુનીલ જાખડ, અરવિંદ ખન્ના પણ મૂસેવાલાના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. 

બીજી બાજુ પંજાબ સરકારમાં મંત્રી હરપાલ સિંહ ચીમા, અને કુલદીપ સિંહ ધાલીવાલ ગુરુવારે મૂસેવાલાના પરિવારને મળવા પહોંચ્યા હતા. હત્યા બાદ પહેલીવાર સરકારના કોઈ મંત્રી સિંગરના ઘરે પહોંચ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news