પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પીએમ મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દા પર કરી વાત
Bhagwant Mann Meets PM Modi: પંજાબના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યા બાદ ભગવંત માને આજે નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુકાલાત બાદ પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદીએ મને જીતની શુભેચ્છા આપી છે. મને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, મેં બે વર્ષ સુધી દર વર્ષે 50 હજાર કરોડની નાણાકીય મદદની માંગ કરી છે. માને કહ્યુ કે, પંજાબને બીજીવાર દેશનું નંબર-1 રાજ્ય બનાવીશું.
ભ્રષ્ટાચારની ફરિયાદ માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે લોકો ભ્રષ્ટાચારની સીધી ફરિયાદ તેમને કરી શકશે. બુધવારે શહીદ દિવસ પર ભગવંત માને પોતાનો પર્સનલ વોટ્સએપ નંબર 9501 200 200 જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, આ નંબર પર લોકો તેમને ફોટો, ઓડિયો, વીડિયો મોકલી ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકે છે.
Punjab CM Bhagwant Mann meets PM Modi. He is expected to call on Delhi CM Arvind Kejriwal post his meeting with the PM. pic.twitter.com/yT2LAZuFWb
— ANI (@ANI) March 24, 2022
એક દિવસ પહેલા ભગત સિંહના ગામ પહોંચ્યા હતા સીએમ
મુખ્યમંત્રી ભગવંત માન એક દિવસ પહેલાં બુધવારે શહીદ ભગત સિંહના ગામ પહોંચ્યા હતા. તેમણે અહીં ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમણે ટ્વીટમાં લખ્યુ હતુ કે શહીદ દિવસના અવસર પર અમે એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરી રહ્યાં છીએ. જો કોઈ લાંચ માગે છે તો મને 9501 200 200 પર એક વીડિયો કે ઓડિયો મોકલે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી બન્યા બાદ ભગવંત માનની આ પ્રધાનમંત્રી મોદી સાથે પ્રથમ મુલાકાત છે. આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને સ્વતંત્રતા સેનાની ભગત સિંહના ગામ ખટકડ કલાંમાં 16 માર્ચે હજારો લોકોની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ સીએમ માનને પીએમ મોદીએ શુભેચ્છા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે