Punjab Election 2022: અમારી સરકાર બનશે તો દર વર્ષે ફ્રી 8 ગેસ સિલિન્ડર આપીશુંઃ સીએમ ચન્ની

Punjab Election 2022: પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ કે, જો અમારી સરકાર બનશે તો દર વર્ષે 8 ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. 

Punjab Election 2022: અમારી સરકાર બનશે તો દર વર્ષે ફ્રી 8 ગેસ સિલિન્ડર આપીશુંઃ સીએમ ચન્ની

ચંદીગઢઃ Punjab Assembly Election 2022: પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. સત્તાધારી કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓ લોકોને આકર્ષવા માટે વિવિધ વચનો આપી રહી છે. પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવા માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોથી અનેક વચનો આપવામાં આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કોંગ્રેસ સરકાર પરત ફરવા પર લોકોને મફત ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું છે કે ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓની વિશેષ કાળજી રાખીને આર્થિક મદદ પણ કરવામાં આવશે.

મફતમાં 8 ગેસ સિલિન્ડર આપવાનું વચન
પંજાબના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે જો રાજ્યમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે તો સરકાર દર વર્ષે લોકોને 8 ગેસ સિલિન્ડર મફતમાં આપશે. આ સાથે મુખ્યમંત્રી ચન્નીએ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 1100 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા શનિવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસના ઉમેદવાર મનીષ બંસલના પક્ષમાં પ્રચાર કરવા બરનાલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે બરનાલાના લોકો એક તરફ વળી ગયા છે અને કોંગ્રેસ પાર્ટી જીતવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતે રાજ્યમાં માત્ર કોંગ્રેસની જ સરકાર બનવા જઈ રહી છે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન
આ સાથે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શનિવારે પ્રચાર દરમિયાન કેપ્ટન અમરિંદર, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પર પણ નિશાન સાધ્યું હતું. તમને જણાવી દઈએ કે કોંગ્રેસથી અલગ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં પંજાબ લોક કોંગ્રેસ ભાજપ અને શિરોમણી અકાલી દળ સાથે મળીને રાજ્યમાં ચૂંટણી લડી રહી છે. જણાવી દઈએ કે પંજાબની 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news