પંજાબની આ સીટ પરથી ચૂંટણી લડશે કેપ્ટન અમરિંદર, CM ચન્ની અને ભગવંત માન પર તાક્યું તીર

પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022) માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Captain Amarinder Singh) ક્યાંથી લડશે તે સ્પષ્ટ થઈ ગયું છે. તેમણે પોતે જણાવ્યું કે તેઓ રાજ્યની કઈ સીટ પરથી ચૂંટણી લડવાના છે.

પંજાબની આ સીટ પરથી ચૂંટણી લડશે કેપ્ટન અમરિંદર, CM ચન્ની અને ભગવંત માન પર તાક્યું તીર

ચંદીગઢ: પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022) માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Captain Amarinder Singh) ક્યાંથી લડશે તે સ્પષ્ટ થઈ ગયું છે. તેમણે પોતે જણાવ્યું કે તેઓ રાજ્યની કઈ સીટ પરથી ચૂંટણી લડવાના છે.
 
પટિયાલાથી ચૂંટણી લડશે કેપ્ટન અમરિંદર
પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે (Captain Amarinder Singh) કહ્યું કે તેઓ તેમના ગૃહ ક્ષેત્ર પટિયાલાથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં તેમની સામે કોઈ પડકાર નથી. તે પંજાબના લોકોને વધુ સારા વિકલ્પો આપવા માટે મેદાનમાં છે અને આમાં સફળ થશે.

તેમણે સીએમ ચરણજીત સિંહ ચન્ની પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ગેરકાયદેસર રેતી ખનનમાં સામેલ હોવાથી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) દ્રારા સ્વિકાર ન કરવો સંપૂર્ણ જુઠ્ઠાણું છે. સીએમ તરીકે તેમને એવી માહિતી મળી હતી કે ચન્ની અને કોંગ્રેસના અન્ય નેતાઓ અને ધારાસભ્યોની રેતી માફિયાઓમાં ભાગીદારી હતા.

'ઉપરથી નીચે સુધી અનેક લોકો ગોરખધંધામાં સામેલ'
પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિન્દર સિંહે (Captain Amarinder Singh) શનિવારે કહ્યું, 'ઉપરથી નીચે સુધી ઘણા લોકો આ કૌભાંડમાં સામેલ છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં સોનિયા ગાંધીને કહ્યું હતું. તેમણે મને પૂછ્યું કે હું આ મામલે શું પગલાં લઈ રહ્યો છું અને મેં તેને કહ્યું કે મારે ઉપરથી શરૂઆત કરવી પડશે.

ગયા વર્ષે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપનાર અમરિંદર સિંહે (Captain Amarinder Singh) કહ્યું, 'મારા સમગ્ર કાર્યકાળમાં મેં માત્ર એક જ ભૂલ કરી હતી કે મેં તે સમયે કોઈ પગલાં લીધા નહોતા કારણ કે સોનિયા (ગાંધી)એ તેને મંજૂરી આપી ન હતી અને હું કોંગ્રેસ પ્રત્યે વફાદાર હતો. 

મીટૂમાં નામથી ખુલી ચન્નીની પોલ
તેણે કહ્યું કે ખાણ માફિયામાં ચન્નીની સંડોવણી અને 'MeToo' ઘટનામાં તેમનું નામ સામે આવ્યું છે. લોકો તેમને પંજાબ પર શાસન કરવા યોગ્ય માનતા નથી. બીજી તરફ, નવજોત સિદ્ધુની માનસિક અસ્થિરતાએ તેઓ રાજ્ય ચલાવવા માટે સંપૂર્ણપણે અસમર્થ હોવાનું સાબિત કર્યું છે.

અમરિંદર સિંહે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને પૂછ્યું કે રાહુલ ગાંધીએ આ લોકોમાં શું જોયું, જેમણે તેમને આટલી મોટી જવાબદારી સોંપી. તેમણે કહ્યું કે આવા લોકો માટે કોંગ્રેસ દ્રારા તેમને સાઇડ લાઇન કરવા સમજથી બહાર હતું. 

કેપ્ટન અમરિન્દર સિંહે (Captain Amarinder Singh) સિદ્ધુ પર કટાક્ષ કરતા કહ્યું, "પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પાકિસ્તાનના ઈમરાન ખાન અને જનરલ બાજવાને ગમે તેટલા ગળે લગાવી શકે છે, પરંતુ તેનાથી શાંતિ નહીં થાય." સરહદ પર દરરોજ આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે ત્યારે લોકો આવી બાબતો સહન કરશે નહીં. 2017 થી એકલા પંજાબે પાકિસ્તાનના ગોળીબારમાં 83 સૈનિકો ગુમાવ્યા છે.

'પંજાબને કોમેડિયનની જરૂર નથી'
પંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ભગવંત માન પર કટાક્ષ કરતા કેપ્ટન અમરિન્દર સિંહે તેમને પેઇડ કોમેડિયન ગણાવ્યા. અમરિન્દર સિંહે કહ્યું કે પંજાબ જે પાકિસ્તાન સાથે 600 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, તેને આવા કોમેડિયનની જરૂર નથી. પંજાબના લોકોને માન અને અરવિંદ કેજરીવાલની હરકતોથી મૂર્ખ બનાવી શકાય નહીં, જેમ કે તેઓએ 2017 માં કર્યું હતું.

'બાદલ પરિવાર પંજાબ માટે અયોગ્ય'
કેપ્ટન અમરિન્દર સિંહે (Captain Amarinder Singh) પંજાબમાં 2015ના કેસોને જવાબદાર ઠેરવ્યા છે અને બાદલ પરિવાર, જેણે રાજ્યમાં ડ્રગ્સ અને માફિયાઓના ત્રાસમાં વધારો કર્યો છે, તે રાજ્ય પર શાસન કરવા માટે યોગ્ય નથી. તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અપમાનના મામલાને કોર્ટમાં લઈ ગયા હતા. જો બાદલ પરિવાર સત્તામાં હોત તો આવું ક્યારેય ન થાત.

તેમણે કહ્યું કે ચૂંટણી પછી પણ પંજાબ લોક કોંગ્રેસનું ભાજપ અને શિરોમણી અકાલી દળ (SAD) સાથે ગઠબંધન ચાલુ રહેશે. આ માટે, ત્રણેય પક્ષો એક કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે, જે સત્તામાં આવે તો પંજાબ અને તેના લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરશે. તેમણે કહ્યું કે ગઠબંધનનો મુખ્યમંત્રીપદનો ચહેરો હજુ નક્કી થયો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news