'આ મારૂ બાળક નથી...' પતિએ કોર્ટમાં કર્યો ઈનકાર, પત્નીએ DNA ટેસ્ટ કરાવવાનું કહ્યું તો થયો હંગામો
હાઈકોર્ટે કહ્યું કે જો ડીએનએ ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો બાળકના ભરણ પોષણ માટે અરજીકર્તાની જવાબદારી હશે.
Trending Photos
નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલા ભરણ પોષણની ઘટનાને લઈને કોર્ટ પહોંચી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે પિતા હોવું સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટનો નિર્દેશ આપી શકાય છે. મોહાલીની ફેમેલી કોર્ટે મહિલાની અરજીનો સ્વીકાર કરી લીધો હતો અને તેના પતિ પાસે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ માંગ્યા હતા. કોર્ટમાં યુવકે જણાવ્યું કે તેના મહિલા અને બાળક સાથે કોઈ પ્રકારના સંબંધ નથી.
કોર્ટે DNA ટેસ્ટ કરાવવાનો આપ્યો હતો નિર્દેશ
મોહાલી કોર્ટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેની વિરુદ્ધ પિતા હાઈકોર્ટ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે ડીએનએ સેમ્પલ લેવાનો કોઈ કાયદો નથી.
આરોપીએ તે પણ કહ્યું કે તેના કોઈ લગ્ન થયા નથી. પરંતુ બાળકના આધાર કાર્ડ અને પાસપોર્ટમાં તેને પિતાના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેને પણ કોર્ટના રેકોર્ડમાં રાખવામાં આવ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે જો ડીએનએ ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો બાળકના ભરણ પોષણ માટે અરજીકર્તાની જવાબદારી હશે અને મહિલાનો કેસ મજબૂત માનવામાં આવશે.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ હરપ્રીત સિંહે કહ્યુ કે અનુમાનોનો સહારો લેવાથી સારૂ વિજ્ઞાન પર વિશ્વાસ કરવામાં આવે. તેમણે કહ્યું કે વિજ્ઞાન પર વિશ્વાસ ન કરવાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે કોઈપણ પક્ષે પોતાના દાવાના સમર્થનમાં સૌથી સારા ઉપલબ્ધ પૂરાવા રજૂ કરવાની તક મળવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે