પુલવામા હુમલો ભાજપનું ગોધરા જેવું જ મોટું કાવતરું: શંકરસિંહ વાઘેલા

એક સમયે પીએમ મોદીના સાથીદાર રહી ચૂકેલા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ભાજપ ચૂંટણી જીતવા માટે આતંકવાદનો સહારો લે છે 
 

પુલવામા હુમલો ભાજપનું ગોધરા જેવું જ મોટું કાવતરું: શંકરસિંહ વાઘેલા

નવી દિલ્હીઃ એક સમયે પીએમ મોદીના સાથીદાર રહી ચૂકેલા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ભાજપ ચૂંટણી જીતવા માટે આતંકવાદનો સહારો લે છે. વર્તમાનમાં એનસીપીના સભ્ય એવા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, "પુલવામા આતંકવાદી હુમલામાં RDX લઈ જવા માટે જે ગાડીનો ઉપયોગ થયો હતો તેનો રજિસ્ટ્રેશન નંબર ગુજરાતનો હતો." તેમણે વધુમાં કહ્યું કે, "ગોધરા કાંડ પણ ભાજપનું કાવતરું હતું."

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, "બાલાકોટ એર સ્ટ્રાઈક ભાજપનું સમજી વિચારીને કરેલું એક કાવતરું હતું. બાલાકોટ હુમલામાં કોઈનું પણ મોત થયું નથી. ત્યાં સુધી કે એક પણ આંતરરાષ્ટ્રીય એજન્સી પણ એ સાબિત કરી શકી નથી કે એરસ્ટ્રાઈકમાં 200 લોકોનાં મોત થયા હતા."

બાપુ ભાજપ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, "પુલવામા હુમલા અંગે ગુપ્તચર સુત્રો પાસેથી માહિતી મળ્યા બાદ પણ પગલાં કેમ ન લીધા. જો, તેમની પાસે બાલાકોટ અંગે માહિતી હતી તો પછી પહેલાથી જ આ આતંકવાદી કેમ્પો સામે કાર્યવાહી શા માટે ન કરી? તમે શા માટે રાહ જોતા રહ્યા કે, પુલવામા જેવી ઘટના ઘટે."

ભાજપ પર કટાક્ષ કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, "ભાજપનું ગુજરાત મોડેલ જૂઠ્ઠું છે. રાજ્ય તમામ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. ભાજપના નેતા જ પાર્ટીથી નારાજ છે અને તેમને લાગી રહ્યું છે કે તેઓ બંધુઆ મજૂર છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news