અલગતાવાદી નેતાઓ પર કેન્દ્ર સરકારની સર્જીકલ સ્ટ્રાઇક: 5ની સુરક્ષા હટી, 2 રડાર પર

જમ્મુ-કાશ્મીર તંત્રના આ નિર્ણય બાદ આજ સાંજથી જ તેમને અપાતી તમામ સુરક્ષા અને તમામ સરકારી સુખ-સુવિધાઓ પરત ખેંચી લેવામાં આવશે

અલગતાવાદી નેતાઓ પર કેન્દ્ર સરકારની સર્જીકલ સ્ટ્રાઇક: 5ની સુરક્ષા હટી, 2 રડાર પર

નવી દિલ્હી : જમ્મુ -કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર આતંકવાદી હૂમલા બાદ સરકારે મોટુ પગલું ઉઠાવ્યું છે. ગૃહમંત્રાલયનાં આદેશ બાદ જમ્મુ કાશ્મીર તંત્રએ હુર્રિયત અને અલગતાવાદી નેતા ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, ફઝલ કુરૈશી, શબ્બીર શાહની સરકારી સુરક્ષા પરત ખેંચી લીધી છે. આ ઉપરાંત તેમને મળતી સરકારી સુવિધાઓ પણ છીનવી લેવામાં આવી છે. મીરવાઇઝ ઉમર ફારુક ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સનાં ચેરમેન છે. 

આ નેતાઓની સુરક્ષા/સુવિધા પણ હટી શકે છે

1. મીરવાઇઝ ઉમર ફારુક
2. અબ્દુલ ગની બટ્ટ
3. બિલાલ લોન
4. ફઝલ હક કુરૈશી
5. શબ્બીર શાહ

જો કે જમ્મુ કાશ્મીર સરકારનાં આદેશમાં પાકિસ્તાન પ્રેમી અને અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નામ નથી લેવામાં આવ્યું. તંત્રનાં આ નિર્ણય બાદ સાંજ સુધીમાં પાકિસ્તાન અને આતંકવાદ પક્ષીય નેતાઓની તમામ સુરક્ષા, સરકારી સુવિધાઓ પરત ખેંચી લેવામાં આવશે. સરકારનાં આ નિર્ણય બાદ હવે કોઇ ફણ અલગતા વાદી નેતાને કોઇ પણ કારણથી સરકારી ખર્ચા પર કોઇ પ્રકારની સુરક્ષા કે સુવિધા આપવામાં નહી આવે. 

રિપોર્ટ અનુસાર આ અલગતાવાદી નેતાઓ રાજ્ય સરકારનાં લગભગ 10 વર્ષ પહેલા સુરક્ષા પુરી પાડી હતી. જ્યારે તેઓ નેતા ખીણમાં કથિત રીતે આતંકવાદીઓનાં નિશાન પર હતા. જમ્મુ કાશ્મીર સરકારનાં આદેશ બાદ તેમને રાજ્ય સરકાર તરફથી મળેલી ગાડીઓ, પરત લઇ લેવાશે. સરકારી સુત્રોએ કહ્યું કે, પોલીસ તે વાતની સમીક્ષા કરશે કે આ પાંચ અલગતાવાદી નેતાઓ ઉપરાંત કોઇ અન્ય અલગતાવાદી નેતાને સરકારી સુરક્ષા મળે છે, જો સમીક્ષામાં એવા કોઇ પણ નેતાનું નામ આવશે તો તેની પણ સુરક્ષા અને સરકારી સુવિધા પરત ખેંચી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુલવામાં હુમલા બાદ અલગતાવાદી નેતાઓની સુરક્ષા પરત લેવાની માંગ ઉઠી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓ અને વિચારસરણી ધરાવતા લોકોમાં મજબુત પક્કડ ધરાવતા અને પાકિસ્તાન સાથે કુણા સંબંધો માણે જાણીતા નેતા સૈયદ શાહ ગિલાની અને યાસીન મલિક પણ સરકારની રડારમાં છે. તેમને પણ મળેસી સુરક્ષા ગમે તે સમયે પરત ખેંચવામાં આવી શકે છે. 

આ નેતાઓની સુરક્ષા/સુવિધા પણ હટી શકે છે
1. સૈયદ શાહ ગિલાની
2. યાસીન મલીક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news