Agnipath Scheme: ભારતમાં વિરોધ, દુનિયામાં સ્વાગત! આ દેશોમાં પહેલાંથી જ લાગૂ 'અગ્નિપથ' જેવા નિયમ

દેશભરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે. ઘણા શહેરોમાં આગચંપી અને હિંસાના સમાચારો આવી રહ્યા છે. સરકારની આ યોજના અગ્નિપથ 'ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કીમ' છે. આ યોજના હેઠળ સૈનિકોને એક નિશ્વિત સમય માટે કોન્ટ્રાક્ટના આધાર પર સેના (વાયુસેના, નવસેના, થલસેના) અમં ભરતી મળશે અને ટ્રેનિંગ બાદ યુવાનોને અલગ-અલગ ફિલ્ડમાં તૈનાત કરવામાં આવશે. 

Agnipath Scheme: ભારતમાં વિરોધ, દુનિયામાં સ્વાગત! આ દેશોમાં પહેલાંથી જ લાગૂ 'અગ્નિપથ' જેવા નિયમ

Agnipath Scheme: દેશભરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે. ઘણા શહેરોમાં આગચંપી અને હિંસાના સમાચારો આવી રહ્યા છે. સરકારની આ યોજના અગ્નિપથ 'ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કીમ' છે. આ યોજના હેઠળ સૈનિકોને એક નિશ્વિત સમય માટે કોન્ટ્રાક્ટના આધાર પર સેના (વાયુસેના, નવસેના, થલસેના) અમં ભરતી મળશે અને ટ્રેનિંગ બાદ યુવાનોને અલગ-અલગ ફિલ્ડમાં તૈનાત કરવામાં આવશે. 

યુવાનોમાં ભારે ગુસ્સો
યુવાનોમાં રોષ એ વાતનો છે કે આ યોજનાથી તે 4 વર્ષ બાદ બેરોજગાર થઇ જશે અને તેમને કોઇ પૂછશે નહી. પરંતુ સરકાર તેના પક્ષમાં દુનિયાના તમામ દેશોના ઉદાહરણ રજૂ કરી રહી છે. 

ઘણા દેશોમાં પહેલાંથી જ લાગૂ છે યોજના
એવામાં તે જાણી લેવું જરૂરી છે કે દુનિયાના કુલ કેટલા દેશોમાં 'ટૂર ઓફ ડ્યૂટી' સ્કીમ લાગૂ છે. ત્યાં તેની શું શરતો છે? કયા પ્રમુખ દેશોમાં યુવાનો માટે સૈન્ય સેવા અનિવાર્ય છે? સાથે જ કેટલા દેશ એવા છે, જ્યાં 4 વર્ષ અથવા તેનાથી ઓછા માટે સેનામાં ભરતી કરવામાં આવે છે. 

આ દેશોમાં આ નિયમ
તમને જણાવી દઇએ કે દુનિયામાં 30 દેશથી વધુ દેશ એવા છે, જ્યાં કોઇને કોઇ પ્રકારે ટૂર ઓફ ડ્યૂટીને લાગૂ કરવામાં આવી છે. તેમાં 10 દેશ તો એવા છે, જ્યાં પુરૂષ અને મહિલાઓ બંનેને સેનામાં ફરજિયાત રૂપથી સેવા આપવી પડે છે. તેમાં ચીન, ઇઝરાઇલ, સ્વીડન, યૂક્રેન, નોર્વે, ઉત્તર કોરિયા, મોરક્કો, કેપ વર્દે, ચાડ, ઇરિત્રિયા જેવા દેશ સામેલ છે. 

ઇઝરાઇલ
ઇઝરાઇલમાં પુરૂષ અને મહિલા બંને માટે મિલિટ્રી સર્વિસ ફરજિયાત છે. પુરૂષ ઇઝરાઇલી રક્ષા બળમાં 3 વર્ષ અને મહિલા લગભગ 2 વર્ષ સુધી સેવા આપે છે. કેટલાક સૈનિકોને અલગ-અલગ જવાબદારીઓ હેઠળ વધારાના મહિનાની સેવા પણ આપવી પડી શકે છે. આ દેશ-વિદેશમાં રહેતા ઇઝરાઇલના તમામ નાગરિકો પર લાગૂ થાય છે. ફક્ત મેડિકલ આધારે જ કોઇને સેના છોડવાની અનુમતિ મળી શકે છે. 

ચીન 
ભારતના પડોશી દેશ ચીનમાં પણ લોકોને મિલિટ્રીમાં સેવા આપવી ફરજિયાત છે. આ ટૂર ઓફ ડ્યૂટી 18 થી 22 વર્ષના યુવાનો માટે હોય છે. અને તેની સીમા બે વર્ષની હોય છે. મકાઉ અને હોંગકોંગને તેમાંથી છૂટ આપવામાં આવી છે. 

રશિયા
અહીં નાગરિક 18 થી 27 વર્ષની ઉંમરમાં ગમે ત્યારે ટૂર ઓફ ડ્યૂટી કરી શકે છે. તેમાં ઓછામાં ઓછા 12 મહિનાની સેવા ફરજિયાત છે. 

બ્રિટન
અહીં આર્મી, નેવી અને એરફોર્સ માટે અલગ-અલગ ટૂર ઓફ ડ્યૂટીની સીમા નક્કી કરવામાં આવી છે. આર્મીમાં 18 વર્ષથી ઉપરના જવાનોને ચાર વર્ષ માટે ટૂર ઓફ ડ્યૂટી કરવી પડે છે. 18 વર્ષથી પહેલાં ભરતી થનાર યુવાનોને 22મા જન્મદિવસ સુધી ટૂર ઓફ ડ્યૂટી કરવી પડે છે. નેવીમાં ટ્રેનિંગ બાદ સાડા ત્રણ વર્ષ અને એરફોર્સમાં ટ્રેનિંગ બાદ ત્રણ વર્ષની સેવા આપવી પડે છે. 

ઉત્તર કોરિયા
અહીં પુરૂષોને ત્રણ સેનાઓમાં ટૂર ઓફ ડ્યૂટી અંતગર્ત કામ કરવું પડે છે. તેના હેઠળ 23 મહિના નેવી, 24 મહિને વાયુ સેના અને 21 મહિને થલ સેનામાં તૈનાતી કરવામાં આવે છે. 

બ્રાજીલ
બ્રાજીલમાં 18 વર્ષથી વધુની ઉંમરના માટે મિલિટ્રી સેવા જરૂરી છે. આ 1 વર્ષ માટે હોય છે. 18 વર્ષની ઉંમર પુરી થતાં જ દરેક પુરૂષ નાગરિક પર લાગૂ થઇ જાય છે. ફક્ત સ્વાસ્થ્ય કારણોના આધારે લોકોને છૂટ મળી શકે છે. જો તમે યૂનિવર્સિટીમાં ભણી રહ્યા હોય તો સેવા ટાળી શકાય છે. પરંતુ તેને રદ ન કરી શકાય. 

રશિયા
રશિયામાં 18 થી 27 વર્ષ સુધી યુવાનોને ફરજિયાત સૈન્ય સેવા જરૂરી છે. પહેલાં અહીં અનિવાર્ય સૈન્ય સેવા માટે યુવાનોને 2 વર્ષ આપવા પડે છે. પરંતુ 2008થી આ તેને ઘટાડીને 12 મહિના કરી દેવામાં આવ્યા છે. ડોક્ટર, શિક્ષક જેવા પદો પર નિયુક્ત લોકો માટે તેમાં ઢીલ આપવામાં આવી છે. તો બીજી તરફ જે પુરૂષોને 3 વર્ષ અથવા તેનાથી ઓછી ઉમરના બાળકો હોય તેને પણ છૂટ મળી છે. 

બરમૂડા
બરમૂડામાં પુરૂષોને સેનામાં ભરતી કરવા માટે સરકાર લોટરી નિકાળે છે. તેમાં 18 થી 32 વર્ષ સુધીના પુરૂષોની ભરતી કરવામાં આવે છે. આ લોટરીમાં જેનું નામ આવે છે. તેમને બરમૂડા રેજિમેંટમાં ફરજિયાતરૂપથી 38 મહિના માટે સેવા આપવી પડે છે. 

દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયામાં તમામ સક્ષમ પુરૂષોને સેનામાં 21 મહિના, નૌસેનામાં 23 મહિના અને વાયુસેનામાં 24 મહિના સર્વિસ આપવી પડે છે. પોલીસ ફોર્સ, કોસ્ટ ગર્ડ, ફાયર સર્વિસ સહિત ઘણા સરકારી વિભાગમાં પણ કામ કરવાનો ઓપ્શન રહે છે. દક્ષિણ કોરિયામાં સૌથી વધુ વર્ષ અનિવાર્ય સૈન્ય સેવા કરવાની હોય છે. પુરૂષોને લગભગ 11 વર્ષ તો મહિલાઓ માટે 7 વર્ષ સુધી સેવા આપવાનો નિયમ છે. 

સીરિયા
સીરિયામાં તમામ પુરૂષો માટે સૈન્ય સેવા અનિવાર્ય છે. માર્ચ 2011 માં અનિવાર્ય મિલિટ્રી સર્વિસને 21 મહિનાથી ઘટાડીને 18 મહિના કરી દેવામાં આવી હતી. અહીં આ નિયમ એટલા કડક છે કે સૈન્ય સેવાઓને ટાળનાર લોકોની નોકરી સુધી જઇ શકે છે. સર્વિસ ન આપનાર લોકોને જેલની સજાની જોગવાઇ છે. મહિલાઓ માટે એવું નથી, આ વોલંટિયર સર્વિસ આપી શકે છે. 

સ્વિત્ઝરલેંડ
સ્વિત્ઝરલેંડમાં ફરજિયાત સૈન્ય સેવા લાગૂ છે. અહીં તમામ સ્વસ્થ્ય પુરૂષોને વયસ્ક થતાં જ મિલિટ્રીમાં સામેલ થવાનું હોય છે. મહિલાઓ ઇચ્છે તો સામેલ થઇ શકે છે. નહીતર તેમના માટે આ જરૂરી નથી. આ સેવા લગભગ 21 અઠવાડિયાની હોય છે. ત્યારબાદ જરૂરી ટ્રેનિંગ અનુસાર તેને વધારી શકાય છે. સામાન્ય રીતે તેમાં 6 ટ્રેનિંગ પીરિયડ હોય છે. દરેક ટ્રેનિંગ 19 દિવસની હોય છે. 

સિંગાપુર
સિંગાપુરમાં સૈન્ય સેવા અનિવાર્ય છે. દરેક પુરૂષને 18 વર્ષની ઉંમર થતાં જ સિંગાપુર આર્મ્ડ ફોર્સેસમાં સામેલ થવું પડે છે. આ ઉપરાંત તે સિંગાપુર સિવિલ ડિફેન્સ ફોર્સ અથવા સિંગાપુર પોલીસ ફોર્સમાં સામેલ થઇ શકે છે. આ નિયમ તોડનાર પર 10 હજાર સિંગાપુરિયન ડોલર્સનો દંડ, ત્રણ વર્ષની સજા અથવા પછી બંને લાગૂ થઇ શકે છે. 

થાઇલેન્ડ
થાઇલેન્ડમાં અનિવાર્ય સૈન્ય સેવા 1905  થી લાગૂ છે. તમામ પુરૂષોને સેનામાં ભરતી થવું જરૂરી છે. પુરૂષો 21 વર્ષની ઉંમરમાં પહોંચતાં જ સેનામાં ભરતી થવા લાગે છે. 

તુર્કી
તુર્કીમાં પણ સેના ભરતી જરૂરી છે. તે તમામ પુરૂષ જેની ઉંમર 20 થી 41 વર્ષ વચ્ચે છે, તેમને તુર્કીની સેનામાં સામેલ થવું પડે છે. જેનું હાયર એજ્યુકેશન અથવા વોકેશનલ ટ્રેનિંગ ચાલે છે, તે થોડ દિવસ માટે પોતાને મિલિટ્રી ટ્રેનિંગ ટાળી શકે છે. 

નોર્વે
નોર્વેમાં 19 વર્ષથી લઇને 44 વર્ષ માટે નાગરિકોને અનિવાર્ય રૂપથી સેનામાં ભરતી થઇને દેશની સેવા કરવાની હોય છે. 

આ દેશોમાં પણ અનિવાર્ય છે મિલિટ્રી ટ્રેનિંગ
ઓસ્ટ્રિયા, અંગોલા, ડેનમાર્ક, મેક્સિકો, ઇરાન જેવા 15 દેશોમાં સિવિલિયન અને મિલિટ્રી ટ્રેનિંગ અનિવાર્ય છે. આ ઉપરાંત 11 એવા દેશ છે, જ્યાં નાગરિકો પાસે મિલિટ્રી ટ્રેનિંગનો વિકલ્પ હોય છે. ચીન, કુવૈત, ફ્રાંસ, સિંગાપુર, માલી, કોલંબિયા, તાઇવાન, થાઇલેડ જેવા 10 એવા દેશ છે જ્યાં મિલિટ્રીમાં સેવા આપવી અનિવાર્ય અને વોલેંટિયરી બંને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news