ચિદમ્બરમના સપોર્ટમાં ઉતર્યા પ્રિયંકા ગાંધી, ‘અમે તેમની સાથે ઉભા છીએ, પરિણામ ગમે તે આવે’
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પી ચિદમ્બરના સમર્થનમાં ઉતર્યા છે. આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ ધરપકડથી બચવા માટે ગુમ થઇ ગયા છે
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પી ચિદમ્બરના સમર્થનમાં ઉતર્યા છે. આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ ધરપકડથી બચવા માટે ગુમ થઇ ગયા છે. પી. ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકેલી છે. તેઓ તેનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા મંગળવારે તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. હવે ચિદમ્બરમ તેમની ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગત રાત્રીએ સીબીઆઇની ટીમ ચિદમ્બરના ઘરે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. ત્યારબાદ સીબીઆઇએ તેમના ઘર પર નોટિસ ચોંટાડી હતી.
આજે સવારે પણ સીબીઆઇની ટીમ ચિદમ્બરના જોર બાગ સ્થિત ઘરે ગઇ હતી પરંતુ તેઓ ત્યાં પણ મળ્યા નહીં.
An extremely qualified and respected member of the Rajya Sabha, @PChidambaram_IN ji has served our nation with loyalty for decades including as Finance Minister & Home Minister. He unhesitatingly speaks truth to power and exposes the failures of this government,
1/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 21, 2019
પ્રિયંકા ગાંધી વાડ્રા ચિદમ્બરના સમર્થનમાં ઉતર્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યું, ‘અત્યંત યોગ્ય અને શિક્ષિત રાજ્યસભા સભ્ય પી. ચિદમ્બરમ, જેમણે ઇમાનદારી અને નિષ્ઠાની સાથે દેશના નાણા મંત્રી અને ગૃહ મંત્રી તરીકે તેમની સેવાઓ આપી. જેઓ સત્તા વિરુદ્ધ બોલતા રહ્યા અને સરકારની નિષ્ફળતાઓના ખુલાસા કરતા રહ્યાં...’
but the truth is inconvenient to cowards so he is being shamefully hunted down. We stand by him and will continue to fight for the truth no matter what the consequences are.
2/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 21, 2019
તેમના અન્ય ટ્વિટમાં પ્રિયંકાએ વધુમાં લખ્યું, ‘....પરંતુ કાયર લોકો માટે સત્ય અસુવિધાજનક છે, તેથી તેમને નિર્લજ્જ તરીકે શિકાર બનાવવામાં આવી રહ્યા છે. અમે તેની સાથે ઊભા છીએ અને સત્ય માટે લડતા રહીશું ભલે પણ પરિણામ ગમે તે આવે.'
આ પહેલા ચિદમ્બરના વકીલ અર્શદીપ સિંહ ખુરાનાએ કહ્યું કે, ‘મારા ક્લાઇન્ટ (ચિદમ્બરમ) તેમના કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમની 20 ઓગસ્ટના અગોતરા જામીન નામંજૂર કરવા પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તત્કાલ રાહત આપવાની માગ કરી છે.’
શું છે મામલો?
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે આરોપ મૂક્યો છે કે એરસેલ-મેક્સિસને એફડીઆઈની મંજૂરી માટે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની અવગણના કરી હતી. EDના જમાવ્યા અનુસાર એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમે કેમબિનેટ કમિટિની પરવાનગી વગર જ મંજૂરી આપી હતી. જ્યારે આ ડીલ 3500 કરોડ રૂપિયાની હતી. ત્યારે INX મીડિયા હેરાફેરી મામલે પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર હેરાફેરી કરવાનો આરોપ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે